આવવા જવાની છુટ પણ હોમ કવોરન્ટાઇન ફરજિયાત

અમરેલી,રાજ્ય સરકાર દ્વારા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં દાખલ થવા માટેની ઈ-પાસ સિસ્ટમ રદ કરી હોવાથી લોકો જિલ્લાઓ વચ્ચે પાસ વગર મુસાફરી કરી શકશે. પરંતુ તમામ લોકોએ નિયત ચેકપોસ્ટ ઉપરથી જ પસાર થવાનું રહેશે. અહીં તેમનું મેડિકલ સ્ક્રીનીંગ કે કોરેન્ટાઈન કરવાની કાર્યવાહી કરવામાં આવશે.સરકારશ્રીની ગાઈડલાઈન્સ મુજબ 65 થી વધુ ઉંમરના વડીલો, 10 વર્ષથી નીચેના બાળકો, સગર્ભા બહેનો તેમજ ગંભીર બીમારી ધરાવતા લોકોને મેડિકલ ઈમરજન્સી સિવાય બહાર નીકળવા પર સંપૂર્ણપણે પ્રતિબંધ છે.બે જિલ્લા વચ્ચે અથવા તો જિલ્લાની અંદર 19 કલાક થી 7 કલાક સુધી મેડિકલ ઈમરજન્સી સિવાયની તમામ પ્રકારની અવરજવર પર પ્રતિબંધ છે.ટુ વ્હીલર પર વાહનચાલક સિવાય બીજો વ્યક્તિ અને ફોર વ્હીલરમાં ડ્રાઈવર સહિત 3 વ્યક્તિઓથી વધુ મુસાફરી કરી શકશે નહીં.જાહેર જનતાને આ તમામ સુચનોનું અનુપાલન કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.