આવશ્યક ચીજોનું પરિવહન કરી પીપાવાવ પોર્ટે રંગ રાખ્યો

અમરેલી,લોકડાઉનમાં દેશની આખી ઇકોનોમીને ગંભીર અસર પહોંચી છે અને આખુ વિશ્ર્વ કોરોનાની મહામારી સામે ઝુઝુમી રહયું છે.
ત્યારે અમરેલી જિલ્લાના સાગરકાંઠે આવેલ પીપાવાવ પોર્ટ અતિ આવશ્યક સેવાઓ પુરી તકેદારી સાથે પુરી પાડી અને જનજીવનની લાઇફ લાઇન જેવું સાબીત થઇ રહયું છે.
અમરેલી જિલ્લાના રાજુલાના પીપાવાવમાં આવેલ પોર્ટ દ્વારા આસપાસના ગામડાઓમાં વોટર એટીએમ,24 કલાક વેટરનરી વાન સહિતની સામાજીક જવાબદારી તો અદા કરાઇ રહી છે.
અને વિશ્ર્વભરના દેશોમાં આયાત અને નિકાસથી દેશના અર્થ તંત્રને ધબકતું રાખનાર પીપાવાવ પોર્ટ ઉપર લોકડાઉનના કપરા સમયમાં દુનિયાભરનાં દેશોમાંથી પણ વેસલ્સ આવતા હોવા છતા પુરી તકેદારી અને સલામતીની ખેવના સાથે આવશ્યક સેવાઓનું પરિવહન કરાઇ રહયું છે.હાલમાં વિશ્ર્વભરની કાર્ગો હવાઇ સેવા બંધ જેવી હાલતમાં છે ત્યારે અતિ આવશ્યક એવી વિજળી ઉત્પન કરવા કોલસો, લીકવીડ ગેસ, ગેસ, ઓઇલ સહિતની પેટ્રોલીયમ પ્રોડકટસ,મીનરલ્સ તથા જીવન રક્ષક મેડીસીન્સનું પરિવહન કરવામાં પીપાવાવ પોર્ટની મહત્વની ભુમીકા છે તેમ લોકડાઉનનું સખ્તાઇથી પાલન કરાવનાર અમરેલીના બે રીઅલ હિરો પૈકીના કલેકટર શ્રી આયુષકુમાર ઓકએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ.
બીજી તરફ એપીએમ ટમીર્નલ પીપાવાવના એમડી શ્રી જેયકોબ ફ્રિસ સોરેનસેનએ તો તા. 1થી 15 એપ્રિલ સુધી પોર્ટ દ્વારા તેમના કસ્ટમરોને પીપાવાવ પોર્ટ ઉપર કન્ટેનર માટે ફ્રી સેવાની ઓફર કરી અને સેવા પુરી પાડી પોર્ટ પણ કોરોના સામેની લડાઇમાં પોર્ટની પ્રતિબધ્ધતા દર્શાવી છે. તેમ પીપાવાવ પોર્ટનાં સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.