- માથા પડવા છતા ધડ લડયા હોય તેવા કાઠીયાવાડમાં એક રોગચાળા માટે હતાશા અને ડર શા માટે ?
અમરેલી,
અમરેલી જિલ્લાો કાઠીયાવાડ કહેવાય છે અને અહીનો ઇતિહાસ સાક્ષી છે કે, કોઇના રક્ષણ માટે અહીના નરબંકાઓના માથા પડી જવા છતા તેના ધડ લડયા છે ત્યારે આજની લડાઇ તો પોતાના પરિવારને બચાવવાની છે તેવા સમયે થઇ રહેલા ટપો ટપ મોતને કારણે અને માંદગીેને કારણે છેલ્લા એક વર્ષથી લડી રહેલા અમરેલી જિલ્લામાં હાલમાં છવાઇ રહેલી હતાશા અને નેગેટીવીટી ખતરનાક સાબીત થઇ શકે છે.
હાલના સમયે આ વાયરસ ખતરનાક છે અને એનાથી ન બચી શકીએ એવી વાતો કરવાને બદલે કેટલા લોકો તેમાથી બહાર આવી ગયા છે તેને પણ જોઇએ, અને વિશેષ તો આપણા સંસ્કારો, પરંપરાઓ જીવંત રાખતા પરિવારોના વડલા જેવા માવતરોનું જીવ કરતા વધારે જતન કરવાનો સમય આવ્યો છે.
એ બાબતની સૌએ ગંભીરતાથી નોંધ લેવાની છે કે, શહેરથી માંડી ગામડા સુધી કોરોના તો આવવાનો જ છે અને ઘરે ઘરે પહોંચવાનો છે તેની સામે લડી શકવાની શક્તિ કેળવીએ સવારે યોગ, યોગ્ય આહાર,વિહારને અપનાવીને કોરોનાને લડત આપવા માટે શરીરને સજજ કરવું જોઇએ.
બીજી તરફ મહામારીમાં આભ ફાટી ગયુ હોય તેવી હાલત છે આપણુ સરકારી તંત્ર એટલુ બધ્ાુ કામઢુ અને ટેવાયેલ નથી પણ તેમ છતા તે પોતાની રીતે લડી રહયું છે તેવા સમયે અહી સારવાર સારી નથી અપાતી, મારી નખાય છે, ધ્યાન આપતા નથી, મારી નાખે છે જેવી બળતરા કે અક્રોશ વ્યક કરવાને બદલે તેને કાનુની રીતે કે યોગ્ય ચેનલથી પડકારી સીધા કરવા જોઇએ સરકારી તંત્રને દોષ દેવામાં સમય બગાડવાને બદલે તંત્ર ને સુધારવામાં સમય આપવો જોઇએ આપણે જ આપણા પરિવાર, શેરી અને વિસ્તારનું ધ્યાન રાખવાનું છે. લાંબા સમયે આવેલી આ બીમારી લાંબી ચાલવાની છે માટે તેને ઓળખી અને હરાવીએ એ જ સમયની માંગ છે અને આપણી ધરતીની તાકાત પણ છે.