આશ્રમ-૨ વિવાદ: ડાયરેક્ટર પ્રકાશ ઝાનો કરણી સેનાને જવાબ, કહૃાું- ‘હું તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનારો કોણ છું?

જ્યારથી બબી દેઓલ અભિનીત આશ્રમ સીરિઝનો પહેલો ભાગ આવ્યો ત્યારથી જ લોકોમાં ભારે ચર્ચા થઈ રહી છે. એમએક્સ પ્લેયર પર આ સીરિઝ લાખો લોકોએ જોઈ નાંખી છે. ત્યારે હવે બીજા ભાગ આશ્રમ ચેપ્ટર ૨: ધ ડાર્ક સાઈડનું ટ્રેલર પણ આવી ગયું છે અને લોકોમાં ફરી તેની ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ એક તરફ વિવાદ પણ ચાલી રહૃાો છે અને એ સીરિઝનો વિરોધ પણ કરવામાં આવી રહૃાો છે. સિરીઝ ‘આશ્રમ ચેપ્ટર ૨: ધ ડાર્ક સાઈડ’પર વિવાદ ઊભો કરવા બાબતે તેના મેકર પ્રકાશ ઝાએ રાજપૂત કરણી સેના પર નિશાન સાધ્યું છે. પ્રકાશ ઝાએ એક વાતચીતમાં કહૃાું,

‘હું તેમની ડિમાન્ડ પર જજમેન્ટ આપનારો કોણ છું? પહેલી સીઝન પર અમને ૪૦ કરોડ વ્યૂ મળ્યા હતા. મને લાગે છે કે દર્શક આ વાતનો નિર્ણય કરશે કે સિરીઝથી નકારાત્મકતા ફેલાઈ રહી છે કે સકારાત્મકતા. આ પહેલાં કરણી સેના મેદાનમાં ઉતરી હતી અને આ સીરિઝનો ભારે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે કરણી સેનાના મહારાષ્ટ્રના પ્રદેશ સંગઠન મંત્રી સુરજીત સિંહે એક નોટિસ પણ લખી હતી.

નોટિસમાં એવું કહેવામાં આવ્યું હતું કે ‘આશ્રમ ચેપ્ટર ૨: ધ ડાર્ક સાઈડ’ના ટ્રેલરે મોટા પ્રમાણમાં હિન્દૃૂ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. સાથે જ હિન્દૃૂ ધર્મની નેગેટિવ ઇમેજ આવનારી પેઢી સામે રાખવામાં આવી રહી છે. ટ્રેલરમાં જે રોલ છે તે કોઈ વ્યક્તિ વિશેષને ટાર્ગેટ નથી કરી રહૃાા પણ જૂની પરંપરાઓ, રિવાજ, હિન્દૃૂ સંસ્કૃતિ, આશ્રમ ધર્મને અયોગ્ય રીતે દેખાડવામાં આવ્યું છે જેથી લોકો ભ્રમિત થઇ રહૃાા છે.