પાકિસ્તાને અફઘાનિસ્તાનને પત્ર લખીને આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરની ધરપકડની માંગણી કરી છે. પત્રમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે મસૂદ અઝહર અફઘાન પ્રાંતના નંગરહાર અને કુન્હરમાં હોવાની સંભાવના છે. પાકિસ્તાને કહૃાું કે જૈશ પ્રમુખને શોધીને ધરપકડ કરવામાં આવે અને પાકિસ્તાનના અધિકારીઓને જાણ કરવામાં આવે. મસૂદ અઝહરની ધરપકડ માટે પત્ર પાકિસ્તાનના વિદૃેશ મંત્રાલયે લખ્યો છે. જો કે આ મામલે બાદમાં કોઈ અન્ય જાણકારી સામે આવી નથી. અત્રે જણાવવાનું કે ૧ મે ૨૦૧૯ના રોજ સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરને વૈશ્ર્વિક આતંકીઓની યાદીમાં સામેલ કર્યો હતો. ૨૦૦૮માં ભારતીય સંસદ પર હુમલા બાદ અમેરિકાએ જૈશ એ મોહમ્મદને આતંકવાદી સંગઠનની સૂચિમાં સામેલ કર્યું હતું. ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે પણ જૈશ અને મસૂદ અઝહરને વૈશ્ર્વિક આતંકી સંગઠન તરીકે જાહેર કરવાની માંગણી કરી રહૃાું છે પરંતુ ચીન આ કોશિશમાં વીટો પાવરનો ઉપયોગ કરીને અિંડગો જમાવતું આવ્યું છે. પાકિસ્તાને આ પગલું ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ એટલે કે FATF ના દબાણને ધ્યાનમાં રાખીને લીધુ છે. જેમાં પાકિસ્તાનને કહેવાયું છે કે તે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે. જેનાથી તે FATF ની ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળે તેવી શક્યતા છે. FATF ના દબાણના પરિણામે જ પાકિસ્તાને લશ્કર એ તૈયબાના કમાન્ડર સાજિદ મીર ઉપર પણ કાર્યવાહી કરી જેને તે મૃત ગણાવતું હતું. પાકિસ્તાનનું કહેવું છે કે મસૂદ અઝહર તેમની ધરતી પર નથી અને તે અફઘાનિસ્તાનમાં હોઈ શકે છે. પાકિસ્તાન સતત એ દાવો કરતું આવ્યું છે કે મસૂદ અઝહરની ભાળ મળતી નથી પરંતુ પાકિસ્તાની સોશિયલ મીડિયા નેટવર્ક્સ પર મસૂદ અઝહર પોતાના આર્ટિકલ પબ્લિશ કરતો રહે છે અને જૈશ એ મોહમ્મદના આતંકીઓને આતંક ફેલાવવા માટે પ્રોત્સાહિત કરતો રહે છે. અત્રે જણાવવાનું કે FATF ના એશિયા-પ્રશાંત સમૂહે મની લોન્ડિંરગ અને આતંકવાદની ફિંંડગ મામલે ૧૧માંથી ૧૦ ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પર પાકિસ્તાનની પ્રભાવશીલતાને નિમ્ન સ્તરનું આંકેલું છે. ધ ડોન અખબારના જણાવ્યાં મુજબ FATF ની સિડની સ્થિત ક્ષત્રીય સહયોગી એપીજીએ પોતાના ક્ષેત્રીય સભ્યોના રેટિંગ પર બે સપ્ટેમ્બર સુધી એક અપડેટ જારી કર્યું હતું જેમાં કહેવાયું છે કે પાકિસ્તાને ૧૧ લક્ષ્યોમાંથી ફક્ત એકમાં ’મધ્યમ સ્તરની પ્રભાવશીલતા’ દૃેખાડી છે.