આ ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થશે : શ્રી મનીષ સંઘાણી

  • ગત લોકસભાની બેઠકમાં જેમનો આશાવાદ સાચો પડયો હતો તેવા રાજકોટ યુવા ભાજપના પ્રભારી શ્રી મનીષ સંઘાણીનો નગારે ઘા

અમરેલી,ગત લોકસભાની ચુંટણીમાં ભાજપને સંપુર્ણ બહુમતિ મળશે અને 300 ઉપર બેઠક મળશે તેવો જે તે વખતે અવધ ટાઇમ્સની શુભેચ્છા મુલાકાત દરમિયાન જેમનો આશાવાદ સાચો પડયો હતો તેવા રાજકોટ યુવા ભાજપના પ્રભારી શ્રી મનીષ સંઘાણીએ ચુંટણીના પ્રચાર પ્રસાર પુર્વે જ અવધ ટાઇમ્સની શુભેચ્છા મુલાકાત દરમિયાન નગારે ઘા દઇ અને જણાવ્યુ છે કે આવનારી જિલ્લા તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ અને કોર્પોરેશનની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઇ જવાના છે.અમરેલી જિલ્લા સંઘના પ્રમુખ અને રાજકોટ યુવા ભાજપના પ્રભારી યુવા આગેવાન શ્રી મનીષ સંઘાણીએ જણાવ્યુ હતુ કે હાલમાં કોંગ્રેસને ઉમેદવારો મળતા નથી અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવવા માટે કતારો લાગી છે કોંગ્રેસને ઉમેદવાર શોધવાના ફાંફા છે તેથી તે માનસિક રીતે તુટી ગઇ છે આ વખતે તેમને વિરોધપક્ષે બેસવાની પણ જગ્યા નહી રહે તેની હું ખાત્રી આપુ છુ.શ્રી સંઘાણીએ જણાવેલ કે રામમંદિર, 370 જેવા આપેલ દરેક વચન પાળી બતાવનાર શ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર યુવાનોને વિશ્ર્વાસ છે રાષ્ટ્રને પ્રગતિના પંથે લઇ જઇ રહેલા શ્રી નરેન્દ્રભાઇ મોદી દરેક યુવાનોના આદર્શ છે જેથી યુવાનોની ફોજ ભાજપની સાથે છે આ ઉપરાંત ભાજપમાં તમામ સારા લોકોને જોડવા માટે શ્રી સીઆર પાટીલની પેજ સમીતીની ફોર્મ્યુલા સુપરહીટ સાબીત થઇ છે અને લોકો ભાજપમાં જોડાવા થનગને છે 30 મતદારો અને એક પેજ પ્રમુખ અને પાંચ પરિવાર મળી 30-30 ની ટીમ અત્યારે ગુજરાતમાં અને પછી દેશમાં જબરદસ્ત બદલાવ લાવશે સારા માણસો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ રહયા છે અને અત્યાર સુધીના કોંગ્રેસના કુશાસનને કારણે લોકો રાજકારણથી દુર ભાગતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હવે સારા લોકોએ પણ જોડાવા માટે એક નવો ચીલો પાડયો છે. શ્રી મનીષ સંઘાણી સાથે શ્રી ડેની રામાણી પુર્વ પાલિકા સદસ્ય અને શહેર યુવા ભાજપ મહામંત્રી શ્રી ચંદુભાઇ રામાણી જોડાયા હતાં.