આ જમીનમાંથી ૨૦૦૦ વર્ષ જૂના સિક્કા મળી આવ્યા… ઇટાલીના લિવોર્નોના જંગલોમાં ન્ઁછ ગ્રુપે દ્વારા ૨૦૦૦ વર્ષ જૂના ૨૦૦ સિક્કાઓ મળી આવ્યા

લિવોર્નો,તા.૦૩
તાજેતરમાં, ઇટાલીના લિવોર્નોના જંગલોમાં લિવોર્નો પેલિયોન્ટોલોજીકલ આર્કિયોલોજિકલ ગ્રુપ દ્વારા લગભગ ૨૦૦૦ વર્ષ જૂના ૨૦૦ સિક્કાઓ મળી આવ્યા છે. કહેવામાં આવી રહૃાું છે કે આ સિક્કાઓને સુરક્ષિત રાખવા માટે રોમન ગૃહ યુદ્ધ દૃરમિયાન જમીનમાં દૃાટી દૃેવામાં આવ્યા હશે. ચાલો જાણીએ સિક્કાના ઈતિહાસ વિશે.. આ સિક્કા ૮૨ બીસીના હોવાનું કહેવાય છે, જે વર્ષમાં જનરલ લુસિયસ કોર્નેલિયસ સુલ્લાએ તેના દૃુશ્મનો સામે રોમન પ્રજાસત્તાકના નેતાઓ સાથે લોહિયાળ યુદ્ધ લડ્યું હતું, જેમાં તે વિજયી થયો હતો અને બાદૃમાં તે દૃેશનો એક સરમુખત્યાર શાસક બન્યો હતો. પુરાતત્વવિદૃોનું માનવું છે કે કોઈ સૈનિકે જંગલમાં સિક્કા છુપાવ્યા હોવા જોઈએ. મળી આવેલા ૨૦૦ સિક્કાઓમાં પુરાતત્વવિદૃોને ઝીણવટભરી તપાસમાં ૧૭૫ સિક્કા ચાંદૃીના હોવાનું જાણવા મળ્યું હતું. તેણે તેને સુરક્ષિત રાખવા માટે જમીનમાં સંતાડી દૃીધું હોવું જોઈએ, પરંતુ તે યુદ્ધમાં માર્યો ગયો હોવો જોઈએ. પુરાતત્વવિદૃોએ જણાવ્યું કે આ મળી આવેલા સિક્કાઓની િંકમત વર્તમાન બજારમાં હજારો ડોલર જેટલી છે. આ સિક્કા ઈટાલીના ટસ્કનીમાં લિવોર્નોના જંગલમાંથી મળી આવ્યા છે. યુકેની ન્યુકેસલ યુનિવર્સિટીમાં ક્લાસિક્સ અને પ્રાચીન ઇતિહાસના વડા અને ઇતિહાસકાર ફેડરિકો સેન્ટેન્જેલોએ જણાવ્યું હતું કે શક્ય છે કે આટલા સિક્કા કોઈ વેપારી દ્વારા છુપાવવામાં આવ્યા હોય. જો કે, સ્ટેન્ગેલો આ શોધમાં સામેલ ન હતો. સંશોધકોને ૨૦૨૧ માં માટીના વાસણમાં કેટલાક સિક્કા પણ મળ્યા હતા, પરંતુ જ્યાં સુધી તપાસ પૂર્ણ ન થઈ ત્યાં સુધી તે બહાર આવ્યા ન હતા. આ જૂથના સભ્યોને ટસ્કનીના જંગલોમાં સિક્કાઓનો ખજાનો મળી આવ્યા બાદૃ તાજેતરમાં તે ખુલ્લું પડી ગયું હતું. તપાસમાં જાણવા મળ્યું કે અગાઉ મળેલા સિક્કા ૧૫૭ અથવા ૧૫૬ બીસીના છે, જ્યારે પાછળથી મળેલા સિક્કા ૮૩ કે ૮૨ બીસીના છે. પુરાતત્વવિદ્ લોરેલા એલ્ડેરીગીએ કહૃાું કે સિક્કા પિગી બેંકમાં છુપાયેલા હોવા જોઈએ, કારણ કે આ સૌથી સહેલો રસ્તો છે, પરંતુ જે વ્યક્તિએ તેમને દૃફનાવ્યા હતા તે પાછા આવી શક્યા નહોતા.