આ વર્ષે ગરમી તમામ રેકોર્ડ તોડશે, હીટવેવથી આખા દૃેશમાં હાહાકાર મચશે : હવામાન વિભાગ

નવીદિૃલ્હી,તા.૨૦
ભારતના ઉત્તરી ભાગમાં ફેબ્રુઆરીનો મહિનો ગુલાબી ઠંડી માટે ઓળખાય છે. ઠંડીની સિઝન વિદૃાય લેતી દૃેખાઈ રહી છે અને ગ્રીષ્મ ઋતુનું આગમન ધીમે ધીમે થઈ રહૃાું છે. ફેબ્રુઆરી વસંત એટલે કે, પાનખરનો સમય હોય છે. પણ આ વખતે પ્રકૃતિનો અજીબ ખેલ જોવા મળી રહૃાો છે. એવું લાગી રહૃાું છે. ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ અને વસંતની જગ્યાએ ડાયરેક્ટ ગરમી ખાબકી રહી છે. આ વખતે ફેબ્રુઆરી મહિનામાં હાઈ ડિગ્રી તાપમાન રેકોર્ડ ઉત્તર ભારતમાં બની રહૃાું છે. હિમાચલ પ્રદૃેશમાં શિમલામાં રવિવારે સરેરાશ અધિકતમ તાપમાન સામાન્યથી ૧૧ ડિર્ગી સેલ્સિયસ વધારે લગભગ ૨૯ ડિગ્રી સેલ્સિયસ રહૃાું. જે ગત ૨૦ વર્ષોમાંથી ફેબ્રુઆરી મહિનામાં શિમલામાં સૌથી વધારે છે. આવી જ હાલત પંજાબ, હરિયાણા, દિૃલ્હી, યૂપી, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદૃેશ અને છત્તીસગઢમાં રહૃાું. આ રાજ્યોમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી પશ્ર્ચિમી હિમાલયી વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદૃ અથવા બરફવર્ષાની સંભાવના છે. આ દૃરમિયાન મધ્ય ક્ષોભમંડલીય હવાઓ દૃસ્તક દૃઈ રહી છે. આ પશ્ર્ચિમી વિક્ષોભના કારણે ૨૧ ફેબ્રુઆરી સુધી જમ્મુ કાશ્મીર, લદ્દાખ-ગિલગિટ બાલ્ટિસ્તાન-મુઝફરાબાદૃમાં હળવાથી મધ્યમ છુટક વરસાદૃ અથવા બરફવર્ષા અને હિમાચલ અને ઉત્તરાખંડમાં છુટક વરસાદૃ/બરફવર્ષા થવાની સંભાવના છે. હવામાન વિભાગએ કહૃાું કે, જમ્મુ વિસ્તારમાં આજના તાપમાનમાં ઘટાડાની સંભાવના છે. હિમાચલ પ્રદૃેશ અને ઉત્તરાખંડમાં કાલથી તાપમાનમાં ઘટાડો આવવાની આશા છે. આવનારા અમુક દિૃવસોમાં પંજાબ અને હરિયાણા સહિત ઉત્તર પ્રદૃેશના મેદૃાની વિસ્તારમાં પણ વરસાદૃની સંભાવના છે. હવામાન વિભાગએ પોતાના બુલેટિનમાં કહૃાું કે, જમ્મુ કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફરાબાદૃ અને હિમાચલ પ્રદૃેશમાં ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ વીજળી પડવાની સાથે છુટક ગરજ સાથે વરસાદૃ થવાની સંભાવના છે. આ દૃરમિયાન ૨૦થી ૨૩ ફેબ્રુઆરી વચ્ચે અરુણાચલ પ્રદૃેશમાં હળવાથી લઈને મોટા પાયે વરસાદૃ અને પૂર્વી અસમ, નાગાલેન્ડ, મણિપુર અને ઉપ હિમાલયી પશ્ર્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદૃ થવાની સંભાવના છે. ૨૨ ફેબ્રુઆરીએ અરુણાચલ પ્રદૃેશમાં ભારે વરસાદૃનું પૂર્વાનુમાન હવામાન વિભાગે લગાવ્યું છે. આગામી પાંચ દિૃવસ દૃરમિયાન દૃેશના બાકીના ભાગમાં હવામાનમાં કોઈ મહત્વના ફેરફાર થવાની સંભાવના નથી. આ દૃરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવાના કેટલાય ભાગોમાં મહત્તમ તાપમાન ૩૭-૩૯ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેવાની સંભાવના છે. આગામી બે દિૃવસ દૃરમિયાન કચ્છ અને કોંકણમાં અલગ અલગ જગ્યા પર ગરમ હવાઓ ચાલવાની વાત હવામાન વિભાગએ કહી છે. રાજધાની દિૃલ્હીમાં રવિવારે ફેબ્રુઆરીમાં ૨ વર્ષનું સૌથી વધઆરે અધિકતમ તાપમાન ૩૧.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિજ્ઞાનના વિભાગે કહૃાું કે, આ વર્ષે તાપમાનમાં અસામાન્ય વૃદ્ધિ સાથે, અધિકતમ તાપમાન સીઝનના સરેરાશથી ૭ ડિગ્રી વધારે હતું. સીઝનનું ન્યૂનતમ તાપમાન ૧૧.૪ ડિગ્રી સેલ્સિયસની સાથે સામાન્ય રહૃાું. હવામાન વિભાગએ આજ અધિકતમ તાપમાનમાં ૦.૫ ડિર્ગી સેલ્સિયસના વધારા સાથે ૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાનું અનુમાન લગાવ્યું છે. આવનારા અઠવાડીયામાં તાપમાનમાં કોઈ ખાસ વધારો અથવા ઘટાડો દૃેખાશે નહીં. દિૃલ્હી અને તેની આજૂબાજૂના વિસ્તારોમાં અઠવાડીયામાં મોટા ભાગના સમયે વાદૃળો છવાયેલા રહેવા અને છુટક વરસાદૃની કોઈ સંભાવના નથી. સવારના સમયે હળવો ભેજ રહેવાનું અનુમાન .