તા. ૧૨.૧૦.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૮ આસો વદ ત્રીજ, ભરણી નક્ષત્ર, વજ્ર યોગ, વણિજ કરણ આજે રાત્રે ૧૧.૩૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ) .
મેષ (અ,લ,ઈ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,તમારા ક્ષેત્રમાં આગળ વધી શકો.
વૃષભ (બ,વ,ઉ) : જામીનગીરી ના કરવી અને વધુ પડતા વિશ્વાસે ના ચાલવું.
મિથુન (ક,છ,ઘ) : આવકમાં વૃદ્ધિ થાય,લોકો માં આદર પ્રાપ્ત થાય,શુભ દિન.
કર્ક (ડ,હ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ આપતો દિવસ,પ્રગતિ થાય.
સિંહ (મ,ટ) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય.
કન્યા (પ,ઠ,ણ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામકાજ માં સફળતા મળે.
તુલા (ર,ત) : આંતરિક સંબંધોમાં સારું રહે,મનની વાત વ્યક્ત કરી શકો.
વૃશ્ચિક (ન,ય) : હિતશત્રુઓ થી સાવધાન રહેવું,નવા પરિચયમાં ખ્યાલ રાખવો.
ધન (ધ,ભ,ફ,ઢ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મકર (ખ,જ) : જમીન મકાન વાહનસુખ સારું રહે,આગળ વધવાની તક મળે.
કુંભ (ગ,સ,શ ) : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,દિવસ લાભદાયક રહે.
મીન (દ,ચ,ઝ,થ): તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,પ્રગતિ થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
આગામી દિવસોમાં દિવાળી પર જ સૂર્યગ્રહણ આવી રહ્યું છે અને મહત્વના ગ્રહો વક્રી ચાલી રહ્યા છે વળી સૂર્ય નીચસ્થ થવા જઈ રહ્યા છે જયારે શુક્ર સ્વગૃહી થશે અને મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. સેનાપતિ મંગળ મહારાજ જયારે બુધના ઘરની મિથુન રાશિમાં આવે છે ત્યારે ઘણા ફેરફાર લાવે છે વળી આ વખતે મંગળ મિથુનમાં ખાસ્સો સમય રહેવાના છે. મંગળ જયારે મિથુનમાં આવે ત્યારે જાહેરજીવનમાં અનેક અફવાઓ ફેલાતી અને ખોટી વાતો ફેલાતી પણ જોવા મળે છે વળી આ સમયમાં શસ્ત્રોનો વ્યાપાર વધતો જોવા મળે અને મંગળને લગતી બાબતોના વ્યાપારમાં તેજી આવે. મોટી જમીનો ના સોદા આ સમયમાં થતા જોવા મળે. આગામી દિવસોમાં સૂર્ય તુલામાં નીચસ્થ થશે જયારે શુક્ર ત્યાં જ તુલામાં સ્વગૃહી થશે જે સત્તા અને ભોગ વચ્ચેનો વિરોધાભાષ એકસાથે સ્પષ્ટ કરતા જોવા મળશે તુલા રાશિ જાહેરજીવનની રાશિ છે જેમાં આ વિરોધાભાસ થતો હોવાથી જાહેરજીવનમાં અનેક વિરોધાભાસ જોવા મળે અને દિગ્ગજ લોકોની કરની અને કથનીમાં ફેર જોવા મળે. ગોચર ગ્રહોની વાત ટૂંકમાં સમજીએ તો આગામી બે માસના ગાળામાં ગ્રહણ સહિત અનેક મોટા ફેરફાર આવી રહ્યા છે જે ઘણા ક્ષેત્રમાં મહત્વના ફેરફાર સૂચવે છે વળી જાહેરજીવનના આયામમાં ઘણા પરિવર્તન દર્શાવે છે અને એક યુગ પૂર્ણ થઇ નવા યુગની શરૂઆત સૂચવે છે.