આ સમયમાં સંબંધોમાં ઘણા ઉતાર-ચડાવ જોવા મળે

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
તુલા (ર,ત) : જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો.

અગાઉ લખ્યા મુજબ પાકિસ્તાનમાં હાઈ વોલ્ટેજ સિયાસી ઉઠાપટક ચાલી રહી છે અને ઇમરાનખાન માટે કપરો સમય શરુ થઇ રહ્યો છે. અગાઉ લખ્યા મુજબ આપણા લગભગ બધા પાડોશી કોઈ ને કોઈ તકલીફમાં થી પસાર થઇ રહ્યા છે. અગાઉ લખ્યા મુજબ જેમ જેમ એપ્રિલ માસ નજીક આવતો જાય છે તેમ તેમ અકસ્માત થી લઈને રાજકીય ગરમાવો સુધી અને વિશ્વમાં જોઈએતો અનેક જગ્યાએ ત્યાંની સરકાર જોખમમાં જોવા મળે છે વળી યુદ્ધની સ્થિતિ પણ હજુ પૂર્ણ પણે શાંત થતી નથી. ગઈકાલના અંકમાં લખ્યા મુજબ કેટલાક ગ્રહો આશાનું કિરણ દર્શાવે છે પરંતુ એપ્રિલમાં નવે નવ ગ્રહનું રાશિ પરિવર્તન અને પછી આવતા બે ગ્રહણની દૂરગામી અસર આગામી દિવસોમાં જોવા મળશે. જેમાં કુદરતી આપદાથી લઈને માનવસર્જિત તકલીફો જોવા મળે વળી વ્યક્તિગત રીતે પણ મન માં ઉચાટ રહ્યા કરે અને મુશ્કેલીમાંથી માર્ગ મળવો મુશ્કેલ બને. જયારે ગ્રહો પરિવર્તન કરી રહ્યા હોય ત્યારે પરિસ્થિતિ પ્રવાહી જોવા મળે અને યોગ્ય નિર્ણય ના થઇ શકે. જે મિત્રો પનોતીમાંથી પસાર થઇ રહ્યા છે તેઓને અસમંજસની સ્થિતિ જોવા મળે. આ સમયમાં સંબંધોમાં ઘણા ઉતાર ચડાવ જોવા મળે. જો કે આ સમયની સારી બાબત એ છે કે તે ભવિષ્ય માટે એક પાઠ રૂપે સાબિત થાય. આ સમયમાં સારા અને ખરાબ અનુભવ જીવનનું ભાથું બને.

  • રોહિત જીવાણી