આ સિઝનમાં ધોનીના ટીમ સિલેક્શનને હાસ્યાસ્પદ અને બકવાસ ગણાવ્યું

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કે. શ્રીકાંતે ધોની પર નિશાન સાધ્યું

ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન કે. શ્રીકાંતે ધોની પર નિશાન સાધ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સના રાજસ્થાન રોયલ્સ સામે મળેલી હાર બાદ શ્રીકાંતે આ સિઝનમાં ધોનીના ટીમ સિલેક્શનને હાસ્યાસ્પદ અને બકવાસ ગણાવ્યું છે. રાજસ્થાન સામે મળેલી હાર બાદ ધોનીએ કહૃાું હતું કે, યુવા ખેલાડીઓમાં તે સ્પાર્ક જોવા મળતું નથી જેથી તેઓને ટીમમાં સામેલ કરવામાં આવે. ધોનીના આ નિવેદન પર પૂર્વ ચીફ સિલેક્ટર શ્રીકાંત નારાજ થઈ ગયા છે. તેઓએ પીયુષ ચાવલા અને કેદાર જાધવને સતત ટીમમાં જગ્યા આપવાને લઈ નિશાન સાધ્યું છે. તેઓએ કહૃાું કે, જાધવને મેદાન પર ચાલવા માટે સ્કૂટરની જરૂર પડે છે. શ્રીકાંતે એક ઈન્ટરવ્યુમાં કહૃાું કે, ધોની જે પ્રક્રિયાની વાત કરે છે તેનાથી હું સહમત નથી.
જે પ્રોસેસની તે વાત કરી રહૃાો છે તેનો કોઈ મતલબ નથી. તમે વારંવાર પ્રક્રિયાની વાત કરો છો પણ સિલેક્શન પ્રક્રિયા જ તમારી યોગ્ય નથી. તો એન જગદીશન મામલે તેઓએ કહૃાું કે, એવા ખેલાડી રહૃાા છે કે જેઓને ચાન્સ મળ્યો નથી. જગદીશને એક મેચ રમી અને રોયલ ચેલેન્જર્સ સામે ૩૩ રન બનાવ્યા. તો કેદૃાર જાધવે ૮ મેચોમાં કુલ ૬૨ રન બનાવ્યા અને તે કોઈપણ પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહૃાો છે. શ્રીકાંતે કહૃાું કે, ધોની કહેવા શું માગે છે, જગદીશનમાં સ્પાર્ક નથી પણ સ્કૂટર જાધવમાં સ્પાર્ક છે? આ બેકારની વાત છે. ધોની કહે છે કે, હવે દબાણ નથી અને યુવાઓને મોકો આપશે. કમ ઓન યાર. મને આ બકવાસ પ્રક્રિયા બિલ્કુલ સમજ નથી આવતી. તેને જગદીશનમાં સ્પાર્ક દૃેખાતો નથી.
તેને પીયુષ ચાવલા અને કેદાર જાધવમાં શું સ્પાર્ક દૃેખાયો? આગળ જતાં શ્રીકાંતે કહૃાું કે, કર્ણ શર્માએ સૌથી ઓછી વિકેટ લીધી. ચાવલા બસ પ્રવાહ સાથે બોલિંગ કરે છે. તે ત્યારે આક્રમણ પર આવે છે. જ્યારે મેચ ખતમ થઈ જાય છે. ધોની મોટો ખેલાડી હોઈ શકે છે, એ વાત પર કોઈ શંકા નથી. તે મહાન છે પણ હું આ વાત પર સહમત નથી થઈ શકતો. રાજસ્થાન સામેની મેચમાં હાર બાદ યુવાઓ અંગે ધોનીએ કહૃાું કે, એ સાચું છે કે આ વખતે અમે ચુવાઓને એટલા મોકા આપ્યા નથી. એમ પણ હોઈ શકે છે કે અમને પોતાના યુવાઓમાં એ ઝૂનુન ન જોવા મળ્યું હોય. અમે આગળ તેમને મોકો આપી શકીએ છીએ અને તે વગર કોઈ દબાણે રમી શકે છે.