આ હોસ્પિટલ છે કે મંદિર ? : શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ

  • સવારે અને સાંજે શાંત વાતાવરણમાં ઘીમા સ્વરે ભજનો વાગે
  • હોસ્પિટલમાં સૌથી વધુ મોટી ઉમરના દર્દીઓ રહેતા હોય મેનેજમેન્ટ દ્વારા હકારાત્મક ઉર્જા અને કોવિડની મહામારી સામે બળ માટે અનુકરણીય પ્રયોગ

અમરેલી,
હોસ્પિટલમાં તમામ જગ્યાએ સવારે અને સાંજે શાંત વાતાવરણમાં ઘીમા સ્વરે ભજનો વાગે ત્યારે સ્વભાવિક જ સૌને એમ થાય કે આ હોસ્પિટલ છે કે મંદિર ? પણ આ ખરેખર આરોગ્ય મંદિર છે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં સુંદર નવતર પ્રયોગ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
અમરેલી શાંતાબા ગજેરા હોસ્પિટલમાં હાલમાં કોવિડના સમયમાં સૌથી વધુ 50 થી 90 વર્ષ સુધીના મોટી ઉમરના દર્દીઓ દાખલ થતા હોય અને આ સૌથી વધુ મોટી ઉમરના દર્દીઓ સારવાર લઇ રહયા હોય ત્યારે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હકારાત્મક ઉર્જા અને કોવિડની મહામારી સામે બળ માટે અનુકરણીય પ્રયોગ સ્વરૂપે આખી હોસ્પિટલમાં સવારે અને સાંજે એકદમ શાંત સીલેક્ટેડ હકારાત્મક ઉર્જાઓ ફેલાવતા ભજનો સાઉન્ડ સિસ્ટમ દ્વારા વગાડવામાં આવી રહયા છે.