ઇંગ્લેંડ સામેની ટેસ્ટ સિરીઝ પહેલાં ઋષભ પંતે ધોની પરિવાર સાથે પસાર કર્યો સમય

ઓસ્ટ્રેલીયાની સામે ભારતે ઐતિહાસિક જીત મેળવી હતી. જે જીત માટે અંતિમ મેચ બ્રિસબેન ટેસ્ટમાં વિકેટકિપર બેટ્સમેન ઋષભ પંતે મહત્વનો રોલ નિભાવ્યો હતો. પંત હવે તેનો આવનારો પડકાર ઝીલવા માટે તૈયાર થઇ રહૃાો છે. આગામી મહિને ટીમ ઇન્ડીયાનો સામનો ઇંગ્લેંડ સામે થનારો છે. જેમાં એક વાર ફરીથી ઋષભ પંતથી સારા પ્રદર્શનની આશા હશે. જે મહત્વની સિરીઝમાં પોતાની પુરી તાકાત લગાવતા પહેલા પંતે કેટલોક સમય પોતાના પરિવાર અને નજીકના લોકો સાથે પસાર કર્યો છે. આ સાથે જ ઋષભ પંતે ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન અને મહાન વિકેટકીપર એમએસ ધોની સાથે મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તે એકદમ હળવાશ મિજાજમાં જોવા મળ્યો છે.

ધોનીની પત્નિ સાક્ષી ધોની એ મંગળવારે એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોષ્ટ કર્યો હતો. જેમાં સાક્ષી અને એમએસ ધોની સાથે ઋષભ પંત પણ હતો. આ તસ્વીરમાં ધોની મસ્ત મૂડમાં જણાતો હતો, જ્યારે પંત આ પળનો આનંદ લઇ રહૃાો હતો. આ પહેલા પણ ઋષભ પંત અનેક વાર ધોની અને તેના પરિવાર સાથે સમય ય વિતાવતો જોવા મળ્યો હતો.