ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પનેસરે વિરાટને કહૃાો તાનાશાહ

ઇંગ્લેન્ડના પૂર્વ સ્પિનર મોન્ટી પનેસરે ભારત અને ઇંગ્લેન્ડ શ્રેણી પહેલા વિરાટ કોહલી સામે મોટું નિવેદન આપ્યું છે. મોન્ટી પનેસરે કહૃાું કે હવે વિરાટ કોહલીને ટી ૨૦ વર્લ્ડ કપ જીતવો પડશે, નહીં તો તેણે કેપ્ટનશીપ છોડી દેવી જોઈએ. વર્ષ ૨૦૧૭માં વિરાટ કોહલી કેપ્ટન બન્યો હતો. કેપ્ટન તરીકે વિરાટ કોહલીની જીતવાની ટકાવારી આશ્ર્ચર્યજનક છે પરંતુ તે અત્યાર સુધી ટીમમાં કોઈ મોટો ખિતાબ જીતી શક્યો નથી. ૨૦૧૭માં યોજાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે હારી ગયુ હતુ, જ્યારે વર્લ્ડ કપ ૨૦૧૯ માં પણ ભારત સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું. મોન્ટી પનેસરે વિરાટ કોહલી પર મોટું નિવેદન આપ્યું હતું.

તેણે કહૃાું, ‘જો ભારત ઘરેલુ શ્રેણીમાં સારૂ પ્રદર્શન કરી શક્યું નથી અને જો ભારત તેની જ ધરતી પર યોજાનારી ટી -૨૦ વર્લ્ડ કપ અને વર્લ્ડ કપ જીતી શકશે નહીં, તો વિરાટ કોહલીને કેપ્ટનશીપ છોડી દેવી પડશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ દાવ પર છે, તેણે વર્લ્ડ કપ અથવા ટી ૨૦ વર્લ્ડ કપ કોઇ એક તો જીતવો પડશે. મોન્ટી પનેસર વિરાટ કોહલીને સરમુખત્યાર તરીકે ઓળખાવ્યો હતા. તેણે કહૃાું, વિરાટ કોહલીને સરમુખત્યારશાહી વલણ ગમે છે, પરંતુ હવે તેમને અન્ય લોકોની વાત સાંભળવી પડશે.

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન વિરાટ કોહલીએ રવિ શાસ્ત્રી, અિંજક્ય રહાણે અને રોહિત શર્માને સાંભળવા પડશે. મોન્ટી પનેસરે કહૃાું કે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ દરમિયાન વિરાટ કોહલીની કેપ્ટનશીપની કસોટી કરવામાં આવશે. પનેસરે કહૃાું, ‘અિંજક્ય રહાણે અને રોહિત શર્માની જોડીએ ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં સારુ પ્રદર્શન કર્યું હતું. આ બંને ખેલાડીઓ સારૂ નેતૃત્વ કરી શકે છે. ઇંગ્લેન્ડ શ્રેણી દરમિયાન વિરાટ કોહલીએ પણ તેમની વાત સાંભળવી પડશે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ બાદ પિતૃત્વ રજા પર ગયેલ વિરાટ કોહલી ઈંગ્લેન્ડ શ્રેણીથી પાછો ફરશે. ઈંગ્લેન્ડ સામે. ફેબ્રુઆરીથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થશે અને ટીમ ઇન્ડિયાની કમાન્ડ ફરી એક વાર વિરાટના હાથમાં આવશે.