ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર સેમ કરન ભારત સામેની અંતિમ ટેસ્ટમાંથી બહાર

ભારત વિરુદ્ધ ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની વચ્ચે ઇંગ્લેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના સ્ટાર ફાસ્ટ બોલર સેમ કરેન અંતિમ બે ટેસ્ટ મેચ મહી રમે. આ પહેલા એવી આશા હતી કે કરેન અંતિમ ટેસ્ટ રમશે પરંતુ સેમ કરેન ભારત પ્રવાસ દરમિયાન માત્ર લિમિટેડ ઓવર્સની સીરિઝમાં જ ઇંગ્લેન્ડની ટીમ સાથે જોડાશે.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સેમ કરેન ટેસ્ટમાં ટીમ સાથે નહીં જોડાઈ તેની જાણકારી આપી હતી. ઈસીબીએ કહૃાું હતું કે, સેમ કરેન સીમિત ઓવરોની સીરિઝ માટે ૨૬ ફેબ્રુઆરીથી ટીમ સાથે જોડાશે. ઈંગ્લેન્ડની રોટેશન પોલિસી હેઠળ સેમ શ્રીલંકાની પ્રથમ ટેસ્ટ બાદ સ્વદેશ પરત ફર્યો હતો. ભારત સાથે સીરિઝ સમાપ્ત થયા બાદ સેમ આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ માટે રમશે.

ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી જોની બેયરસ્ટો પહેલાથી જ ટીમ સાથે જોડાઈ ચુક્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ ૨૪ ફેબ્રુઆરીથી અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાવાની છે.