ઇંગ્લેન્ડનો બેસ્ટમેન જેક ક્રોલે ડ્રેસિંગ રૂમમાં લપસી ગયો, બે મેચ નહીં રમે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરિઝની શરૂઆત ૫મી ફેબ્રુઆરીથી થશે. આ પહેલાં ઇંગ્લેન્ડની ટીમને ઝટકો લાગ્યો છે. ઇંગ્લેન્ડના ટોપ ઓર્ડર બેસ્ટમેન જેક ક્રોલે પ્રથમ બે ટેસ્ટ મેચ માંથી બહાર થઇ ગયો છે. ડ્રેસિંગ રૂમમાંથી બહાર નીળતાં સમયે લપસી જતાં ક્રોલેને કાંડામાં ઇજા પહોંચી છે.

સીરિઝની પહેલી બે મેચ ચેન્નઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે અને ક્રોલે આ બન્ને મેચો નહીં રમી શકે. ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ પ્રમાણે, ક્રોલે ડ્રેસિંગ રૂમમાંથી નીકળતાં સમયે માર્બલ લોર પર લપસી ગયો હતો. બીજી બાજુ, ઇંગ્લેન્ડ માટે સારા સમાચાર એ છે કે, ઓલી પોપની ટીમમાં વાપસી થઇ છે.

મિડલ ઓર્ડર બેસ્ટમેન પોપ ગયા વર્ષે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ખભામાં ઇજા પહોંચતાં તેણે સર્જરી કરાવી હતી. ઇંગ્લેન્ડની ટીમ આ પહેલાં શ્રીલંકાને બે ટેસ્ટ મેચની સીરિઝ હરાવીને આવી છે. જો કે, આ દરમિયાન ક્રોલેનું પ્રદર્શન ખાસ રહૃાું નહોતું. તેણે ચાર પારીમાં ક્રમશ ૯,૮,૫ અને ૧૩ રન કર્યા હતા.