ઇંગ્લેન્ડ ખેલાડી સ્ટોક્સે બોલ પર લાળ લગાવતા એમ્પાયરે ચેતવણી આપી

ભારત અને ઈંગ્લેન્ડ ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમે મહેમાન ટીમ બેકફૂટ પર લાવી દીધી છે. જો રૂટની ટીમ તેના ટેસ્ટ ઈતિહાસના ચોથા સૌથી લઘુતમ સ્કોર પર ઓલ આઉટ થઈ. આ મેચમાં ઈંગ્લિશ ખેલાડી સરેન્ડર કરતા જોવા મળ્યા. તો બીજી તરફ મેચમાં એખ એવી ઘટના બની જે ન બનવી જોઈતી હતી,

ઇંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને ડે-નાઇટ ટેસ્ટના શરૂઆતના દિવસે બોલ પર લાળ લગાવતો જોવા મળ્યો હતો, ત્યારબાદ બોલને સેનિટાઇઝ કરવો પડ્યો હતો. આ ઘટના ૧૨મી ઓવરને અંતે બની જ્યારે બેન સ્ટોક્સ બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરતો જોવા મળ્યો, જેના કારણે અમ્પાયર નીતિન મેનન તેની સાથે વાત કરવી પડી હતી. ત્યારબાદ બોલને સેનિટાઈઝ કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલએ ગયા વર્ષે જૂનમાં કોવિડ -૧૯ રોગચાળાને કારણે બોલને ચમકાવવા માટે લાળના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. આઇસીસીએ કોરોના ગાઈડલાઈન અંતર્ગત એક ટીમને પ્રત્યેક ઈનિંગમાં બે વાર ચેતવણી આપી શકાય છે પરંતુ વાંરવાર લાળ લગાવવા પર પાંચ રનની પેનલ્ટી લાગશે જે બેટિંગ કરતી ટીમને મળશે. જ્યારે પણ બોલર બોલ પર લાળ લગાવશે ત્યારે અમ્પાયરને તે બોલથી રમત શરૂ કરતા પહેલા સાફ કરવો પડશે.