ઇંગ્લેન્ડ સામે આયર્લેન્ડે તેની વનડે ટીમ જાહેર કરી, એન્ડ્રુ બાલબર્નીને મળી કેપ્ટનશિપ

ઓલરાઉન્ડર કુર્ટિસ કેમ્ફરનો ૩૦ જુલાઈએ રમાનારી ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વનડે ક્રિકેટ મેચ માટે આયર્લેન્ડની ૧૪ સભ્યોની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એન્ડ્રુ બાલબર્ની ટીમનો કેપ્ટન રહેશે, જ્યારે પોલ સ્ટર્લિંગને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાઉથ આફ્રિકાન મૂળના કેમ્ફરે ફેબ્રુઆરીમાં નામિબીયા સામેની ટી ૨૦ સિરીઝમાં આયર્લેન્ડ-એ માટે બે સદી ફટકારી હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન હેરી ટેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે આયર્લેન્ડ તરફથી ટી૨૦ ક્રિકેટમાં રમી ચુક્યો છે. બીજી અને ત્રીજી વનડે અનુક્રમે પહેલી અને ચોથી ઓગસ્ટે રોઝ બાઉલમાં રમાશે. આઇસીસી મેન્સ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત આ સિરીઝથી થશે જેનાથી ૨૦૨૩ માં યોજાનારા વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થનારી ટીમો નક્કી થશે. પ્રથમ વનડે માટે આયર્લેન્ડની ટીમ આ મુજબ છે. એન્ડ્ર્યુ બાલબર્ની (કેપ્ટન), કુર્ટિસ કેમ્ફર, જેરેથ ડેલાની, જોશ લિટલ, એન્ડ્ર્યુ મેકબ્રાયન, બૈરી મેકાર્થી, કેવિન ઓબ્રાયન, વિલિયમ પોર્ટરફિલ્ડ, બોયડ રેક્ધિન, સિમી સિંહ, પોલ સ્ટર્લિંગ (ઉપસુકાની), હેરી ટેક્ટર, લોરકાન ટકર, ક્રેગ યંગ.