ઇકો સેન્સેટીવ કાયદાના વિરોધમાં સુત્રોચ્ચાર કરતા પૂર્વ ધારાસભ્ય શ્રી નલીનભાઇ કોટડીયાનો નિદોર્ષ છુટકારો

  • ર015ની સાલમાં ધારીમાં આંદોલન દરમિયાન
  • બચાવપક્ષે એડવોકેટ શ્રી વનરાજભાઇ વાળાની દલીલો : ધારીના ચીફ જયુ.મેજીસ્ટ્રેટ શ્રી એન.પી.રાડીયાનો ચુકાદો

 

અમરેલી,સને-ર01પ ની સાલમાં ધારી-બગસરાના પુર્વ ધારાસભ્ય નલીનભાઈઈ કોટડીયા તથા વિનુભાઈ લાલજીભાઇ કાથરોટીયા તથા રવિભાઈ રાજેન્દ્રભાઇ વિરાણી તથા કપીલભાઈ મનસુખભાઇ કોટડીયા તથા મૃગેશભાઇ બાબુભાઇ કોટડીયા તથા પ્રશાંતભાઇ કોટડીયા તથા બીપીનભાઈ ઓધવજીભાઈ કોટડીયા વિરૂધ્ધ ઇકો સેન્સેટીવ કાયદાના વિરોધમાં ભેગા મળી સુત્રોચ્ચાર કરી હાય હાય ના નારા લગાવી ઇકો સેન્સેટીવ ઝોન બાબતનો કાયદો કાળો કાયદો હોય તેવું લખી પુતળાનું સ્મશાન યાત્રા કાઢી પુતળુ સળગાવી અને જે તે સમયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જે જાહેર નામુ અમલમાં હતું તેનો ભંગ કરતા તેમના વિરૂધ્ધ ધારી પોલીસ સ્ટેશનમાં ગુન્હા રજી.નં. 76/ર01પ થી જી.પી.એકટ 13પ મુજબનો ગુન્હો નોંધાયેલો ત્યારબાદ તપાસના અંતે પોલીસે ધારી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરેલી.આ કામે જી.પી. એકટ 13પ મુજબનુ ચાર્જશીટ થતા આ કામનો કેસ આ આરોપીઓ વિરુધ્ધ ધારી ના એડી. ચીફ જયુડીશ્યલ મેજી. શ્રી એન.પી. રાડીયા સમક્ષ આ કેસ ચાલી ગયેલ અને ફરીયાદ પક્ષ પોતાનો કેસ સાબીત કરવા મા નિષ્ફળ જતા આ કામ ના તમામ આરોપીઓને નિદોર્ષ છોડી મુક્વા નો હુકમ કરેલ આ કેસમાં આરોપીઓ તર્ફે ધારીના એડવોકેટ શ્રી વનરાજભાઇ એ.વાળા રોકાયેલ હતા અને એડવોકેટ વનરાજભાઇ વાળાની ધારદાર દલીલો તથા તેમને રજુ કરી ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટે આ કામના તમામ આરોપીને નિર્દોશ છોડી મુક્વાનો હુકમ કરેલ છે.