ઇઝરાયેલે અખાતી દૃેશો યુએઇ અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી

  • નવા મિડલ ઈસ્ટની શરૂઆત: ટ્રમ્પ
  • ઈઝરાયલને માન્યતા આપનાર ત્રીજો અને ચોથો અરબ દૃેશ બન્યા યુએઇ અને બેહરીન

    ઇઝરાયેલે અખાતી દૃેશો યુનાઇટેડ આરબ અમીરાત  અને બહેરીન સાથે ઐતિહાસિક સમજૂતી કરી હતી. ગઇ કાલ સુધી ઇઝરાયેલ અને આરબ દૃેશો વચ્ચે કટ્ટર દૃુશ્મનાવટ હતી.
    મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યાલય વ્હાઇટ હાઉસમાં આ ઐતિહાસિક સમજૂતી પર ત્રણે દૃેશોના પ્રતિનિધિઓએ સહી સિક્કા કર્યા હતા. અમેરિકી પ્રમુખે આ સમજૂતી અંગે ખુશી વ્યક્ત કરી હતી. આ સાથે બંને આરબ દૃેશોએ ઇઝરાયેલ સાથેના સંબંધોને નોર્મલ કરવા સાથે ઇઝરાયેલને ઔપચારિક માન્યતા આપી દૃીધી હતી.
    હજુ ગઇ કાલ સુધી આરબ દૃેશો ઇઝરાયેલને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારતા નહોતા. ટ્રમ્પે આ સમજૂતીને ઐતિહાસિક ગણાવતાં એવી આશા વ્યક્ત કરી હતી કે હવે આ સમજૂતીથી પશ્ર્ચિમ એશિયામાં નવી વ્યવસ્થા સ્થપાશે. આ પ્રસંગે ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામીન નેતાન્યાહુ, યુએઇના વિદૃેશ પ્રધાન અબ્દૃુલ્લા બિન ઝાયેદ અલ નાહૃાાન અને બહેરીનના વિદૃેશ પ્રધાન અબ્દૃુલ લતીફ બિન રશીદ અલ ઝયાની હાજર હતા. આ સમજૂતીને અબ્રાહમ એકોર્ડ નામ આપવામાં આવ્યું હતું.
    હજુ હમણાં સુધી ઇઝરાયેલ સામે આરબ દૃેશો કતરાતા હતા અને ઇઝરાયેલને સ્વતંત્ર સાર્વભૌમ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા.
    ઇઝરાયેલ સાથે ભારતને સારા સંબંધો હતા એ પણ અખાતી દૃેશોને ગમતું નહોતું. ટ્રમ્પની હાજરીમાં થયેલા આ કરારને કારણે ટ્રમ્પને આ એક કાર્યનો યશ મળશે એમ કહી શકાય.
    અમેરિકા રાષ્ટ્રપતિ ટ્રમ્પની અધ્યક્ષતામાં થયેલ સમારોહમાં યુએઈ અને બેહરીનના પ્રતિનિધિઓએ અલગ-અલગ ઈઝરાયલના પ્રતિનિધિ સાથે ડીલ કરી હતી. ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહૂએ ડીલનું સ્વાગત કરતાં કહૃાું કે, આ દિન ઐતિહાસિક છે. આ શાંતિની નવી સવારની શરૂઆત છે. જો કે ફિલિસ્તીનીઓએ આ ડીલની િંનદૃા કરતાં તેને ખતરનાક વિશ્વાસઘાત ગણાવી છે.