ઇટાદરાના યુવકે ૧૮ વર્ષની યુવતી સાથે દૃુષ્કર્મ આચર્યું

મહેસાણા શહેરની એક સોસાયટીમાં રહેતી ૧૮ વર્ષની યુવતી સાથે પરિચિત યુવકે તેણીના ઘરમાં જ દૃુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી હતી. એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.શહેરના છેવાડે આવેલી એક સોસાયટીમાં પરિવાર સાથે રહેતી ૧૮ વર્ષ યુવતી ગત ૧૨ ઓક્ટોબરના રોજ ઘરમાં એકલી સૂઈ રહી હતી. ત્યારે માણસા તાલુકાના ઇટાદરા ગામનો આદિલ હુસેન બેલીમ નામનો પરિચિત અને તેના ઘરે આવતાં જતાં યુવકે યુવતીની એકલતાનો લાભ લઈને તેણીના ઘરમાં જ તેની મરજી વિરુદ્ધ દૃુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આદિલ હુસેન ઝાકીર હુસેન બેલીમ નામના યુવક વિરુદ્ધ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં પી.આઈ વાય આર વાઘેલાએ તેની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.