ઇડરની બાલગોપાલ બેંકમાં બાળકો દ્વારા સોળ કરોડની બચત : શ્રી રૂપાલા

અમરેલી,
દેશભરમાં સહકારીતા આગળ વધી રહી છે સહકારથી સમૃધ્ધિના દ્વાર કેમ ઉઘડે છે તેનું દ્રષ્ટાંત ગુજરાતના ઇડર ગામના બાળકોએ આપ્યું હોવાનુ રાજયસભામાં કેન્દ્રીયમંત્રી શ્રી પરસોતમભાઇ રૂપાલાએ જણાવ્યુું હતુ.ડેરી,પશુપાલન મત્સ્યદ્યોગ વિભાગના કેન્દ્ર સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ જણાવેલ કે, ગુજરાતના ઇડરમાં આઠ વર્ષથી ઉપરના બાળકોની કો ઓપરેટીવ મંડળી બાલ ગોપાલ બેંકના નામથી જ ચાલે છે આ બેંકમાં આઠ વર્ષથી 18 વર્ષ સુધી સભ્યપદે રહી શકાય છે અને 18 વર્ષે આપોઆપ સભ્યપદ પુરૂ થઇ જાય છે નવાઇની વાત એ છે કે બાળકો પાસે આવકનો કોઇ સોર્સ ન હોય પણ બાળકોના પરીવારજનો સગાસ્નેહીઓ વાપરવા માટેગીફટની રકમ આપે તે રકમ બાલગોપાલ બેંકમાં ગલ્લામાં નાખી દેવામાં આવે અને તે ગલ્લો બેંકના કર્મચારીઓ આવી પરીવારની હાજરીમાં ગલ્લો ખોલી રકમ લઇ જઇને બાળકના ખાતામાં જમા કરે છે આ અંગે એક બાળકે એવુ કહયુ કે મારે મેડીકલ કોલેજમાં જવુ છે તેથી આ બચતમાંથી હું એડમીશન લઇશ હાલ બાલગોપાલ બેંક પાસે બાળકોની સોળ કરોડ રૂપિયાની બચત છે તેવી જાણકારી શ્રી રૂપાલાએ આપતા રાજયસભાએ પણ આ બાબતને આવકારી .