ઇન્ટર્ન ડોકટરની હડતાળનો મામલો, આઈએમએ આવ્યું તબીબોની વહારે

રાજ્યમાં વિવિધ માંગણીઓ મુદ્દે હડતાળ પર ઉતરેલા ઇન્ટર્ન તબીબોની વહારે હવે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન આવ્યું છે. આઇએમએ દ્વારા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તેમજ આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિને પત્ર લખવામાં આવ્યો છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું કે ઇન્ટર્ન ડોક્ટરોની રજૂઆત યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે તેમની માંગણી ન્યાયિક છે. આથી સરકાર તેમની માંગણીઓને સંતોષકારક ઉકેલ લાવે તેવી રજૂઆત આઇએમએ દ્વારા કરવામાં આવી છે.