ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા અમરેલી આઇએમએનું સન્માન કરાયું

અમરેલી,ઇન્ડિયન મેડીકલ એસો. દ્વારા રાજ્યમાં સભ્ય નોંધણી ઝુંબેશ અંતર્ગત અમરેલીની શ્રેષ્ઠ કામગીરીને બિરદાવી આઇએમએના ડો. યાદવને મોમેન્ટો આપી સન્માન કર્યુ હતુ 73 મી વાર્ષિક કોન્ફરન્સ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન દ્વારા યોજાતા ઇન્સટોલેશન અને સેરેમની અને એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં રાજ્યમાં સૌથી વધ્ાુ સભ્યો નોંધવા બદલ અમરેલીની ઇન્ડિયન મેડીકલ ઓસો. ની બ્રાન્ચને બિરદાવી અમરેલીના ડો. યાદવને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા આ પ્રસંગે આઇએમએના સભ્યો ઉપસ્થિત રહયા હતા.