ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાજ્ય શાખા શ્રેષ્ઠ કાર્યશૈલીને કારણે દેશમાં પ્રથમ

  • ચેરમેન ડૉ.આચાર્યનું નીતિન પટેલના હસ્તે સન્માન

 

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા શ્રેષ્ઠ કાર્યશૈલીને કારણે દેશમાં પ્રથમ અને અમદાવાદ જિલ્લા શાખા રક્ત એકત્રીકરણ બાબતે દેશમાં પ્રથમ ક્રમાંકે આવી છે. ગુજરાત શાખાના ચેરમેન ડો. ભાવેશ આચાર્યને વર્ષ ૨૦૧૬-૧૭ માટે સુવર્ણચંદ્રક એનાયત થયો છે. ત્યારે નાયબ મુખ્ય પ્રધાન નિતીનભાઇએ પારિતોષિક વિજેતાઓને અમદાવાદ ખાતે સન્માનતા કહૃાું હતું કે માનવજીવન બચાવવા માટે અમૂલ્ય સેવાનું કામ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાતના લોકોએ કર્યું છે તેને બિરદાવવાનો આજે આ પ્રસંગ છે.

રાજ્યના આરોગ્ય મંત્રી અને રેડક્રોસ સોસાયટીના ઉપપ્રમુખ તરીકે મારો આનંદ બેવડાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું નિતીનભાઇએ કહૃાું હતુ કે, લોકોના મનમાં રેડક્રોસ માટે બ્લડ કલેક્શન અને બ્લડ ડિસ્ટ્રીબ્યુશનનું કરતી સંસ્થા એવી સીમિત છબી છે. રેડક્રોસ બ્લડ બેક્ધ માત્ર નથી. રેડક્રોસ સમાજ સેવાની અન્ય કામગીરી પણ કરી રહૃાું છે. જે સરાહનીય છે. આ પ્રસંગે તેમણે રેડક્રોસ સોસાયટી દ્વારા રુધિર સંલગ્ન રોગો વિશે સંશોધન થાય તથા

થેલેસેમિયા- સિકલસેલ એનિમિયાના નિદાન અને સારવાર માટેની કામગીરી વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવી ઇચ્છા વ્યક્ત કરી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી તેની ભારતમાં સ્થાપનાની ૧૦૦મી વર્ષગાંઠ ઉજવી રહૃાું છે ત્યારે આ સમારોહ દરમ્યાન રેડક્રોસ ગુજરાત શાખાને મળેલી ઉપલબ્ધીઓ માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણી દ્વારા પાઠવાયેલા શુભેચ્છા સંદેશનું પઠન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રીએ આ પ્રસંગે રેડક્રોસ ભવન અમદાવાદ પરિસરમાં આવેલા ‘વાત્સલ્ય ધામ વૃદ્ધાશ્રમ, ફિઝિયોથેરાપી વિભાગ, પેથોલોજી-હિમેટોલોજી વિભાગ અને રેડિયોલોજી વિભાગની મુલાકાત લીધી હતી.