ઇન્ડોનેશિયાના બાલીમાં યોજાઇ રહેલા G-20 સંમેલનમાં ભારતને G-20 ની સત્તાવાર રૂપથી અધ્યક્ષતા મળી ગઇ છે. સંમેલનના બીજા દિવસે મેજબાન દૃેશએ ભારતને આગામી વર્ષે અધ્યક્ષતા કરવાની જવાબદારી સોંપી છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G-20 ની અધ્યક્ષતા સોંપી છે. આ અવસર પર પીએમ મોદીએ કહૃાું કે G-20ની અધ્યક્ષતા દરેક ભારતીય માટે ગર્વની વાત છે. આજે આખું વિશ્ર્વ ભારત તરફ જોઇ રહૃાું છે. તમને જણાવી દઇએ કે G-20 શિખર સંમેલન નવી દિલ્હીમાં થશે, જેની મેજબાની ભારત કરશે. પીએમ મોદીએ કહૃાું કે G-20 ની જવાબદારી ભારત એવા સમયે લઇ રહૃાું છે કે જ્યારે વિશ્ર્વ જિયો પોલિટિકલ તણાવો, આર્થિક સંકટ અને ઉર્જાની વધતી જતી કિંમતો અને મહામારીના દૃુષ્પ્રભાવો સાથે ઝઝૂમી રહૃાું છે. એવામાં વિશ્ર્વ G-20 તરફથી આશાની નજરથી જોઇ રહૃાું છે. તો બીજી તરફ પીએમ મોદીએ G20 નેતાઓની સાથે બાલીના મેંગ્રોવમાં વૃક્ષારોપણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહૃાું કે હું આશ્ર્વાસન આપવા માંગું છું કે ભારતની ય્૨૦ અધ્યક્ષતા સમાવેશી, મહત્વાકાંક્ષી અને નિર્ણાયક અને ક્રિયા-ઉન્મુખ હશે. G 20નવા વિચારોની પરિકલ્પના અને સામૂહિક એક્શનને ગતિ આપવા માટે એક ગ્લોબલ પ્રાઇમ મોવરની માફક કામ કરશે. શું છે G20 ગ્રુપ? તે જાણો… વિશ્ર્વની અર્થવ્યવસ્થાને દશા અને દિશા આપવા માટે 2008 માં ય્૨૦ ગ્રુપની રચના થઇ હતી. વૈશ્ર્વિક સ્તર પર આર્થિક કેસમાં સહયોગ કરવા માટે આ ગ્રુપ કામ કરે છે. G-20 નું આ શિખર સંમેલન દર વર્ષે આયોજિત કરવામાં આવે છે. આગામી વર્ષે ૨૦૨૩ માં ય્૨૦ શિખર સંમેલનની મેજબાની ભારત કરશે. ૯ અને ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ને નવી દિલ્હીમાં આગામી ય્૨૦ શિખર સંમેલનમાં આયોજિત થશે. ખબર છે G20 માં કયા કયા દૃેશ થશે સામેલ?..તે જાણો… G૨૦ ગ્રુપમાં ભારત ઉપરાંત અમેરિકા, અર્જેટીના, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, બ્રાજીલ, કેનેડા, ચીન, દક્ષિણ આફ્રીકા, દક્ષિણ કોરિયા, ઇટલી, ફ્રાંસ, જર્મની, ઇન્ડોનેશિયા, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરબ અને તુર્કીમાં સામેલ છે.