ઇન્સ્ટાગ્રામમાં શ્રદ્ધા કપૂરના ૫ કરોડ ફોલોઅર્સ

શ્રદ્ધા કપૂરના ઇન્સ્ટાગ્રામ પર ૫૦ મિલિયન એટલે કે ૫ કરોડ ફોલોઅર્સ થઇ ગયા છે. આ માઈલસ્ટોન અચીવ કર્યા બાદ શ્રદ્ધાએ તેના તમામ ફેન્સનો આભાર માનવા માટે ખાસ હાથે લખેલ નોટ શેર કરી છે. મરાઠી, હિન્દી અને અંગ્રેજીમાં લખેલ આ નોટમાં તેણે તેના ફેન્સ ક્લબ અને શુભિંચતકોનો આભાર માન્યો છે. પ્રિયંકા ચોપરા અને દીપિકા પાદૃુકોણ બાદૃ આ માઈલસ્ટોન અચીવ કરનાર શ્રદ્ધા ત્રીજી ઇન્ડિયન એક્ટ્રેસ છે. દીપિકા પાદૃુકોણના ૫૦ મિલિયન ફોલોઅર્સ થયાના થોડા જ દિવસમાં શ્રદ્ધાના પણ ૫૦ મિલિયન ફોલોઅર્સ પૂરા થયા હતા.
શ્રદ્ધાએ લખ્યું છે કે, મારા બધા પ્રિય જેમ્સ, બાબુડીસ, ફેનક્લબ્સ અને શુભિંચતકો, મેં તમારા બધાની પોસ્ટ અને વીડિયોઝ જોયા. તમારા બધાના આટલા પ્રેમથી હું અભિભૂત થઇ ગઈ છું. આજે હું જે કંઈપણ છું તે તમારા લોકોને કારણે જ છું. હું તમને બધાને ખુશી અને પ્રેમની શુભકામના આપું છું. પ્લીઝ તમારા બધાનું ધ્યાન રાખો અને શાંતિ અને દયા ફેલાવો. એકબીજા સાથે પ્રેમભાવથી રહો. થેંક્યુ ૫૦ મિલિયન વખત.