મુંબઈ,
સ્ટ્રીમાં અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી. હવે ટીવી જગતના સેલેબ્રિટીના પણ કોરોના વાયરસના રિપોર્ટ પોઝિટિવ આવવાના સમાચારો સામે આવી રહૃાા છે. જેમાં હવે ઇશ્કબાજ ફેમ અભિનેત્રી શ્રેનુ પરીખનું પણ નામ જોડાયું છે. શ્રેનુનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ મામલે એક્ટ્રેસ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ શેર કરીને જાણકારી આપી છે. અને પોતાની તબિયત વિષે પણ જણાવ્યું છે.
એક્ટ્રેસ શ્રેનુ પારીખ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરતા કહૃાું કે કેટલાક દિવસ પહેલા હું કોરોના પોઝિટિવ થઇ.
અને હવે હું હોસ્પિટલમાં રિકવર થઇ રહી છું. મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરજો. હું કોરોના વારિયર્સની આભારી છું. જે આ ડરામણા સમયે દર્દૃીઓની સારવાર કરી રહૃાા છે. પોસ્ટ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે આટલી સાવધાની રાખ્યા છતાં જો તમને તે થઇ જાય તો તમે આ અદ્રશ્ય રાક્ષસની શક્તિનો અંદૃાજો લગાવી શકો છે. જેનાથી અમે લડી રહૃાા છીએ. પ્લીઝ ખૂબ જ સાવધાન રહો અને પોતાને બચાવીને રાખો. શ્રેનુ પરીખ છેલ્લે શો ભ્રમ…સર્વગુણ સંપન્નમાં નજરે પડી હતી.
આ શોને લઇને ખૂબ જ બઝ રહી હતી. પણ આ શોથી તેમને એટલી ઓળખ નહતી મળી. શ્રેનુ ઇશ્કબાજ, ઇસ પ્યાર કો ક્યા નામ દૃૂ, દિૃલ બોલે ઓબેરોય, બ્હાય હમારી બહુ જેવા શોમાં નજરી આવી ચૂકી છે. શ્રેનુની એક્ટિંગ અને સુંદરતાના અનેક લોકો કાયલ છે. ઉલ્લેખનીય છે કે શ્રેનુ ૧૫ માર્ચે અમેરિકાથી ભારત પરત ફરી હતી. અહીં પાછા આવીને શ્રેનુએ મુંબઇ સ્થિત ઘરમાં ૧૪ દિવસ માટે પોતાને આઇસોલેટ કરી હતી.