અમરેલી,
અમરેલી તાલુકાના કુપોષિત બાળકોના નિરામય સ્વાસ્થ્યની ઉત્તમ નેમ સાથે તેમના જીવનને સુપોષિત બનાવવા “મદદ” ટ્રસ્ટ દ્વારા આજરોજ આવા બાળકોને દત્તક લઈને શરૂ કરવામાં આવેલા “કુપોષણ” નાબૂદી અભિયાનના શુભારંભ પ્રસંગે ભારત સરકારના કેબીનેટ મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ ઇશ્વરીયા મુકામે હાજરી આપી.આ મિશનના પ્રારંભે આજે નેત્ર ચિકિત્સા ટ્રસ્ટના ડોક્ટરશ્રીઓ, આરોગ્ય વિભાગ અને આઈ.સી.ડી.એસની ટીમના સભ્યો દ્વારા આરોગ્ય ચકાસણી અને પોષણ કિટ સાથે સુવર્ણ પ્રાશન સંસ્કાર ડ્રોપ આપવામાં આવ્યાં તેમજ એલોપથી અને આયુર્વેદિક ડોક્ટરની ટીમ દ્વારા બાળકોની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી.આ કાર્યક્રમ શ્રી રૂપાલાના પોતાના માદરે વતન માં હોય શ્રીમતી સવિતાબેન રુપાલા ખાસ ઉપસ્થિત રહ્યા સાથે જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા , શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિપુલભાઈ દૂધાત કાર્યક્રમ સંયોજક શ્રી બિપીનભાઈ જોશી અને ડોક્ટર અર્પણ જાની સાથે ડોક્ટર ની ટીમ ઉપસ્થિતિ રહી હતી.