ઇશ્ર્વરીયામાં કેન્દ્રીયમંત્રી શ્રી રૂપાલાની ઉપસ્થિતીમાં સંતવાણી

  • મહાશિવરાત્રી પર્વે અનેક કામો છતા પરંપરાગત રીતે વતનમાં આવવાનો શ્રી રૂપાલાનો ક્રમ જળવાયો

અમરેલી,
અમરેલીના ઇશ્ર્વરીયા ગામના પનોતાપુત્ર અને ભારત સરકારના મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલા તથા જાંજરકા સવગુણ આશ્રમના મહંત મહામંડલેશ્ર્વર પુ.શ્રી શંભુનાથજી ટુંડીયા, દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી અને સાંસદશ્રી નારણભાઇ કાછડીયા સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં ઇશ્ર્વરીયા મહાદેવે સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિખ્યાત લોક સાહિત્યકાર શ્રી માયાભાઇ આહિર, શ્રી કરશનદાસ સાગઠીયા, શ્રી ફરીદાબેન મીર સહિતના કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી.
ઇશ્ર્વરીયા મહાદેવના પટાંગણમાં દર વર્ષે મહાશિવરાત્રીના પર્વે સંતવાણી યોજાય છે અને ગમે તેટલી વ્યસ્થતા હોય શ્રી પરશોતમભાઇ રૂપાલા અહીં અચુક ઉપસ્થિત રહી અને મહાદેવજીના દર્શનનો લાભ લે છે. ભાજપના રાષ્ટ્રીય દલિત મોરચાના મહામંત્રી અને જાંજરકા સવગુણ આશ્રમના મહંત પુ.શ્રી શંભુનાથજી ટુંડીયા પણ આ પર્વે વિશેષ અમરેલી આવ્યા હતા સહકાર શિરોમણી શ્રી દિલીપ સંઘાણી, અમરેલીના લોકપ્રિય સાંસદશ્રી નારણભાઇ કાછડીયા, અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિન સાવલીયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કૌશીક વેકરીયા, અમરેલી જિલ્લા ભાજપના આગેવાન અને જિલ્લા આહિર સમાજના પ્રમુખ શ્રી જીતુભાઇ ડેર તથા તેમના વેવાઇ શ્રી માયાભાઇ આહિર, શ્રી બાબભાઇ જેબલીયા, પુર્વ ધારાસભ્ય શ્રી મનસુખભાઇ ભુવા, તથા જાણીતા લોક સાહિત્યકારો અને કલાકારોએ ભજનની રમઝટ બોલાવી હતી શ્રી રૂપાલાએ શ્રી શિવપુરાણ ભેટ આપ્યુ હતુ તેમ મદદ કાર્યાલયના શ્રી હિરેન વાળાએ જણાવ્યુ છે.