ઇશ્ર્વરીયા પ્રાથમિક શાળામાં ટેબ્લેટનું વિતરણ

અમરેલી,શ્રી ઈશ્વરીયા પ્રાથમિક શાળામાં સંસ્થા દ્વારા દીપશાળા પ્રોજેક્ટ અંતર્ગત ધોરણ 7નાં બાળકો અને 6થી8 નાં શિક્ષકોને આપવામાં આવેલ ટેબ્લેટનું ગુજરાત વિધાનસભાના મુખ્ય નાયબ દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાના શુભ હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં સામાજિક અને ન્યાય કલ્યાણના ચેરમેન શ્રી મુકેશભાઈ બગડા,અમરેલી તાલુકાના ઉપાધ્યક્ષશ્રી વનરાજભાઈ કોઠીવાળ, અમરેલી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી સોલંકી , દીપશાળા પ્રોજેક્ટના લીડ શ્રીહાર્દિકભાઈ , અમરેલી મ્ઇભ શ્રી કુલદીપભાઈ, ગામના ઉપસરપંચ શ્રી બાબુભાઈ વામજા, ઇશ્વરિયા સેવા સહકારી મંડળીનાં પ્રમુખ શ્રી ધીરુભાઈ રૂપાલા, ઉમિયા મંદિર લીલીયા નાં પ્રમુખ શ્રી બાબુભાઈ ધામત તથા અન્ય મહાનુભાવો, જીસ્ભ કમિટી નાં તમામ સભ્યો અને ગ્રામજનો હાજર રહ્યા હતા.આ તકે શાળા પરિવાર અને આચાર્યશ્રી પરેશભાઈ ગાંગડીયા સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો.