ઇશ્ર્વરીયા મહાદેવે શિશ નમાવતા શ્રી દિલીપ સંઘાણી

  • વડીલોના આર્શિવાદ લેવાની શ્રી દિલીપ સંઘાણીની પ્રેરક પરંપરા : ઇશ્ર્વરીયામાં શ્રી પરસોતમ રૂપાલાના નિવાસ્થાને જઇ શ્રી રૂપાલાના માતુશ્રીના આર્શિવાદ મેળવતા શ્રી દિલીપ સંઘાણી
  • અશ્ર્વિન સાવલીયા, જયંતીભાઇ પાનસુરીયા, કૌશિક વેકરીયા, ધીરૂભાઇ વાળા, ઘનશ્યામ ત્રાપસીયા, ધીરૂભાઇ રૂપાલા, ઠાકરશીભાઇ વામજા, તુષાર જોષી, હિરેન વાળા દ્વારા સ્વાગત
  • અમરેલીના સપુત અને દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી એનસીયુઆઇના ચેરમેન બન્યા પછી પહેલી વખત વતન અમરેલી આવતા ભવ્ય સ્વાગત

અમરેલી, અમરેલીના પનોતા પુત્ર એવા શ્રી દિલીપ સંઘાણીની દેશની સર્વોચ્ચ સહકારી સંસ્થા એનસીયુઆઇના વડા તરીકે બીનહરીફ વરણી થયા બાદ તેઓ પ્રથમ વખત અમરેલી આવી રહયા હોય કોઇ સિધ્ધી મેળવ્યા પછી વડીલોના આર્શિવાદ લેવાની શ્રી દિલીપ સંઘાણીની પ્રેરક પરંપરા દેશના સહકારી શિખરે પહોંચ્યા પછી પણ જોવા મળી હતી અમરેલી આવેલ શ્રી દિલીપ સંઘાણીએ શ્રી પરસોતમભાઇ રૂપાલાના વતન ઇશ્ર્વરીયામાં શ્રી રૂપાલાના નિવાસ્થાને જઇ અને શ્રી રૂપાલાના માતુશ્રીના આર્શિવાદ મેળવ્યા હતા.
આ સમયે અમરેલી આવેલા લાડકવાયા માર્ગદર્શક અને આદર્શ નેતા શ્રી દિલીપ સંઘાણીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતુ.અમરેલીની અમર ડેરીના ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, શ્રીજયંતીભાઇ પાનસુરીયા, શ્રીકૌશિકભાઇ વેકરીયા, શ્રીધીરૂભાઇ વાળા, શ્રીઘનશ્યામભાઇ ત્રાપસીયા, શ્રીધીરૂભાઇ રૂપાલા, શ્રીઠાકરશીભાઇ વામજા, શ્રીઅશોકબાપુ, શ્રીતુષાર જોષી, શ્રી હિરેન વાળા મદદ કાર્યાલય સહિતના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.