ઇ-કોમર્સ પ્રોડક્ટ ઉત્પાદનમાં દૃેશનું નામ દર્શાવવું જ પડશે

  • કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટને માહિતી આપી
  • ઇ-કોમર્સ કંપની નામ નહીં દર્શાવે તો કાર્યવાહી કરાશે : કેન્દ્ર

એમેઝોન, લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઇ-કોમર્સ કંપનીઓએ હવે તેમના પ્લેટફોર્મ પર વેચાતી આયાત કરાયેલી ચીજવસ્તુઓના કયા દૃેશની છે, તે નામ દર્શાવવું પડશે. અર્થાત એ જણાવવું પડશે કે આયાત કરેલા ઉત્પાદકો કયા દૃેશના છે. કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હી હાઈકોર્ટમાં આ જાણકારી આપી છે. કેન્દ્ર સરકાર તરફથી ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ પ્રતીક જાલાનની બેન્ચ સમક્ષ દાખલ કરાયેલા એફિડેવિટમાં આ વાત કહેવાયું છે કે ભારતીય કાનૂન અને નિયમો અંતર્ગત ઇ-કોમર્સ સાઈટોએ એ સુનિશ્ર્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સ લેવડ-દૃેવડ માટે ઉપયોગ થતા ડિઝિટિલ અને ઇલેક્ટ્રોનિક નેટવર્ક પર કોઈ ઉત્પાદન-ચીજવસ્તુનું કયા દૃેશની છે, તે દૃેશનું નામ દર્શાવવું પડશે. કેન્દ્ર સરકારના વકીલ અજય દિગપોલ થકી દાખલ કરાયેલા એફિડેવિટમાં કહેવાયું છે કે આ નિયમોનું પાલન સુનિશ્ર્ચિત કરાવવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃેશોની છે.
દિગપોલે કહૃાું કે જ્યાં પણ આ નિયમોનો ભંગ જોવા મળશે, સંબંધિત રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદૃેશોના સંબંધિત વિભાગોના અધિકારીઓએ કાનૂન હેઠળ કાર્યવાહી કરવાની રહેશે. આ એફિડેવિટમાં એમ પણ કહેવાયું છે કે આ સંદર્ભે આવશ્યક પરામર્શ તમામ ઇ-કોમર્સ કંપનીઓ, તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃેશોના લિગલ મેટ્રોલોજી વિભાગોને મોકલવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી આ એફિડેવિટ એક જાહેર હિતની અરજી બાદ દાખલ કરવામાં આવ્યું છે. વકીલ અમિત શુક્લા તરફથી દાખળ કરાયેલી અરજીમાં કેન્દ્ર સરકારે એવો આદૃેશ આપવા વિનંતી કરાઈ હતી કે ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર વેચાતી ચીજવસ્તુઓનું કયા દૃેશમાં ઉત્પાદન થાય છે, તેનું નામ દર્શાવવું જોઈએ.