ઇ-ગુજકોપમાં અમરેલી પોલીસ રાજ્યમાં પ્રથમ સ્થાને આવી

  • એસપીશ્રી નિર્લિપ્ત રાયની ટીમ રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા એસપીશ્રી ઉપર અભિનંદનનો વરસાદ
  • ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ ઇ-ગુજકોપમાં ઓનલાઇન કામગીરી જુન મહિનામાં
    અમરેલી જિલ્લો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો:અગાઉ પણ અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે આવેલ

અમરેલી,
ઇ-ગુજકોપમાં અમરેલી પોલીસ રાજ્યમાં પ્રથમ સ્થાને આવી છે અમરેલીના એસપીશ્રી નિર્લિપ્ત રાયની ટીમ રાજ્યમાં પ્રથમ સ્થાને આવતા એસપીશ્રી ઉપર અભિનંદનનો વરસાદ વરસી રહયો છે.
પીએસઆઇશ્રી જયેશ કડછાએ માહિતી આપતા જણાવેલ કે ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેકટ ઇ-ગુજકોપમાં ઓનલાઇન કામગીરીમાં જુન મહિનામાં અમરેલી જિલ્લો ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે આવ્યો છે અગાઉ પણ અમરેલી જિલ્લો પ્રથમ ક્રમે આવેલ હતો.