ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમન ઈયાન બેલે ક્રિકેટના તમામ ફૉર્મેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી દીધી છે. હાલમાં ચાલી રહેલી ક્રિકેટ સીઝનના અંતમાં ઈયાન બેલ પોતાના પ્રોફેશનલ ક્રિકેટ કેરિયરને અલવિદા કહી દૃેશે. ૩૮ વર્ષીય ઈયાન બેલે ૨૦૦૪માં ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ૧૧૮ ટેસ્ટ, ૧૬૧ વનડે અને ૮ ટી૨૦ મેચ રમી છે.
પોતાના સંન્યાસની જાહેરાત કરતા ઈયાને કહૃાું કે, ક્રિકેટ પ્રત્યે તેમની ભૂખ હજું ઓછી નથી થઈ પણ શરીર હવે આ રમત માટે સંઘર્ષ કરી રહૃાું છે. બેલનો દૃેશને પાંચ એશેઝ જીતાડવામાં મહત્વનું યોગદાન રહૃાું છે. ઈયાન બેલે ૨૨ સદી, ૪૬ અડધી સદીની મદદથી ક્રિકેટના સૌથી લાંબી ફોર્મેટમાં ૭૦૦૦થી વધુ રન બનાવ્યા છે. તે ૨૦૦૦ના દાયકાના અંત ને ૨૦૧૦ની શરૂઆતમાં ઈંગ્લેન્ડની બેિંટગમાં મહત્વના ખેલાડી હતા.
પોતાના દૃેશ માટે ઈયાને છેલ્લી મેચ ૨૦૧૫માં રમી હતી. તે કાઉન્ટી ક્રિકેટમાં વારવિકશાયર માટે રમી રહૃાો છે અને ઘરેલુ ક્રિકેટમાં ખૂબ જ સક્રીય રહે છે. ઈયાન બેલે આગામી અઠવાડિયામાં પોતાની અંતિમ ટી૨૦ મેચ રમશે. આ સીઝનમાં રિટાયર થનારા ત્રણ વારવિકશાયર ખેલાડીઓમાંથી એક હશે, જેમાં ટીમ એમ્બ્રોસ અને જીતન પટેલ અન્ય બે સામલ છે.