ઈંગ્લેન્ડે સાઉથેમ્પટનમાં બીજી ટી૨૦ ઈન્ટરનેશનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને ૬ વિકેટથી હરાવીને ૩ મેચોની સીરિઝમાં ૨-૦થી અજેય વિજય હાંસલ કર્યો છે. આ જીતથી ઈંગ્લેન્ડ આઈસીસીની ટી૨૦ રેકિંગમાં ઓસ્ટ્રેલિયાની જગ્યાએ નંબર એક ટીમ બની ગઈ છે. ઈંગ્લિશ વિકેટકીપર બેટ્સમેન જોસ બટલરે પોતાનું શાનદાર પ્રદર્શન કાયમ રાખતાં અણનમ ૭૭ રનોની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ત્રીજી અને અંતિમ ટી૨૦ ૮ સપ્ટેમ્બરે રમાશે. પહેલી મેચમાં ઈંગ્લેન્ડે ૨ રનોથી રોમાંચક જીત હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ ૭ વિકેટ પર ૧૫૭ રનોનો લક્ષ્યાંક ઈંગ્લેન્ડ ટીમ માટે રાખ્યો હતો.
બટલરે ૫૪ બોલમાં ૮ ચોગ્ગા અને ૨ સિક્સની મદદથી રમેલી ઇનિંગ અને ડેવિડ મલાન (૩૨ બોલ પર ૪૨ રન, ૭ ચોગ્ગા)ની સાથે ૮૭ રનોની પાર્ટનરશિપથી ઈંગ્લેન્ડે ૧૮.૫ ઓવરોમાં ૪ વિકેટ પર ૧૫૮ રન બનાવીને જીત હાંસલ કરી હતી.
ટોસ જીતીને બેટિંગ માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયાનો સ્કોર ૫ ઓવરો સુધી ૩ વિકેટ પર ૩૦ રન હતા, જે કેપ્ટન એરોન ફિન્ચ (૩૩ બોલ પર ૪૦) અને માર્ક્સ સ્ટોઈનિસ (૨૬ બોલ પર ૩૫)ના આઉટ થયા બાદ ૧૩ ઓવરોમાં ૫ વિકેટ પર ૮૯ રન જ બનાવી સકી હતી. ગ્લેન મેક્સવેલ (૧૮ બોલ ૨૬ રન) અને એશ્ટન એગર (૨૦ બોલ ૨૩ રન)ની ઈિંંનગને કારણે ઓસ્ટ્રેલિયા ૭ ઓવરોમાં ૬૮ રન જોડી શકી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે પણ જોની બેયરસ્ટો (૯ રન)ની વિકેટ જલ્દૃી ગુમાવી દીધી હતી,
તે હિટ વિકેટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. આ બાદ બટલક અને મલાને જવાબદૃારી સંભાળી. તે બંને સ્કોર ૧૦૦ રનની પાર લઈ ગયા હતા, પણ તે બાદ ઓસ્ટ્રેલિયાઈ સ્પિનરોએ આક્રમણ કર્યું હતું. અને એગરે (૨૭ રન આપીને બે વિકેટ) મલાન અને ટોમ બેંટન, જ્યારે એડમ જાંમ્પાએ (૪૨ રન-૧ વિકેટ) કેપ્ટન ઈયોન મોર્ગન (૭ રન)ને આઉટ કરીને મેચને રોમાંચક બનાવી દીધી હતી. તે બાદ ઈંગ્લેન્ડ દબાણમાં આવી ચૂક્યું હતું, પણ ત્યારે ફિન્ચનો જામ્પાને ૧૯મી ઓવર આપવાનો નિર્ણય ખોટો સાબિત થયો. આ લેગ સ્પિનરે ૫ બોલમાં ૧૮ રન આપી દીધા. મોઈન અલી (૬ બોલ અણનમ ૧૩ રન)એ સિક્સ અને ફોર ફટકારી હતી, જ્યારે બટલરે વિજયી સિક્સ મારી હતી.