ઈજાની સ્થિતિના આધાર પર રોહિતની પસંદગી ના કરવી થોડો મુશ્કેલ નિર્ણય: સેહવાગ

ભારતીય ઓપનર રોહિત શર્માને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી, જે બાદ તેની ઈજા ચર્ચાનો વિષય બની ગયો છે. તેની આઈપીએલ ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ તરથી તેની ઈજા અંગે કોઈ સ્પષ્ટ જાણકારી આપવામાં આવી નથી, બીસીસીઆઈની ટીમે સત્તાવાર જાહેરાતમાં જણાવાયું કે રોહિત અને બોલર ઈશાંત શર્માની ઈજા પર મેડિકલ ટીમ નજર રાખી રહી છે. આ અંગે ટીમ ઈન્ડિયાના પૂર્વ ધુરંધર ઓપનર વિરેન્દ્ર સેહવાગે કહૃાું કે, ઈજાની સ્થિતિના આધાર પર રોહિતની પસંદગી ના કરવી થોડો મુશ્કેલ નિર્ણય છે, એ તથ્યને જોતાં કે આ એક લાંબો પ્રવાસ છે. મારા રમવાના દિવસો દરમિયાન, જ્યારે શ્રીકાંત ચીફ સિલેક્ટર હતા, જો સિલેક્શનના દિવસે કોઈ ખેલાડી ઈજાગ્રસ્ત થતો હતો તેની પસંદગી કરાતી ન હતી પણ આ એક લાંબો પ્રવાસ છે.

રોહિત શર્મા એક મહત્વપુર્ણ ખેલાડી હતો. એટલે જો આજની તેની ઈજાની સ્થિતિને ધ્યાનમા રાખતાં તેને પસંદ કરાયો નથી તો મને લાગે છે કે આ તેના મુશ્કેલ છે. આ ઉપરાંત સેહવાગે કહૃાું કે, રોહિતની ઈજા અંગે વધારે સ્પષ્ટતાની જરૂર છે. સેહવાગે કહૃાું કે, મને રોહિત શર્માની ઈજાની સ્થિતિ અંગે કોઈ જાણકારી નથી. મીડિયાને આ સવાલ પુછવો જોઈએ. પહેલાં એ કહેવામાં આવ્યું કે તે અસ્વસ્થ છે, જો અસ્વસ્થ હોય તો સ્ટેડિયમની અંદર શું કરી રહૃાો છે. તેને બે મેચો દરમિયાન જોવામાં આવ્યો હતો. તે ઈજાગ્રસ્ત છે તો તેને વધારેમાં વધારે બેડ રેસ્ટ પર હોવું જોઈએ. તો સ્પષ્ટ રીતે તે અસ્વસ્થ તો નથી. સેહવાગે કહૃાું કે, મુંબઈ ઈન્ડિયન્સે એક વીડિયો શેર કર્યો હતો.

જેમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે રોહિત ફિટનેસ હાંસલ કરવા માટે આકરી મહેનત કરી રહૃાો છે. પણ એક નિવેદનની જરૂર છે. તેની પાસે સોશિયલ મીડિયા છે. જ્યાં તે પોતાની સ્થિતિ અંગે એક લાઈન લખી શકે છે. રોહિતની ગેરહાજરીમાં BCCI એ કેએલ રાહુલને લિમિટેડ ઓવર માટે વાઈસ કેપ્ટન બનાવ્યો છે. આમ રોહિત શર્મા વાઈસ કેપ્ટન રહેતો હતો. રાહુલ હાલ આઈપીએલમાં પંજાબનો સુકાની છે. અને હાલની સિઝનમાં ખુબ જ સારું પ્રદર્શન કરી રહૃાો છે.