ઈડીએ રિયાના પિતા ઈંદ્રજીત ચક્રવર્તીને ફરી સમન્સ મોકલ્યું

સુશાંતિંસહ રાજપૂત કેસમાં સીબીઆઈ દ્વારા ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાતમા દિવસે સીબીઆઈ ટીમ ઝડપી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ મામલામાં કેટલાક મોટા ખુલાસાઓ થઈ ચૂક્યા છે. રિયાના તાર ડ્રગ ડીિંલગની સાથે જોડાયેલા હોવાના સમાચાર પછી નારકોટિક્સ બ્યૂરોએ પણ રિયાની વિરૂદ્ધ ક્રિમિનલ કેસ દાખલ કર્યો છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ડીજીએ જણાવ્યું હતું કે દિલ્હીથી એક ટીમ ડ્રગની સાથે જોડાયેલા મામલાની તપાસ કરવા માટે રવાના થઈ ગઈ છે. તો બીજી તરફ રિયાના ભાઈ શૌવિકની ડીઆરડીઓ ગેસ્ટ હાઉસમાં સીબીઆઈ પૂછપરછ કરી રહી છે. સુશાંતના પરિવારના વકીલ વિકાસસિંહે કહૃાું કે સીબીઆઈ પૂરતા પૂરાવા મેળવ્યા પછી જ રિયાની ધરપકડ કરવા માગે છે. જો સીબીઆઈ પૂરાવાઓ વગર રિયાની ધરપકડ કરે છે તો તેને તરત જમાનત મળી જશે અને તે આ કેસ માટે નુકસાનકારક સાબિત થશે.
આ વચ્ચે ઈડીએ રિયાના પિતા ઈંદ્રજીત ચક્રવર્તીને ફરી સમન્સ મોકલ્યું છે. ઈડીએ પહેલા પણ તેની પૂછપરછ કરી છે. રિયા ડ્રગ ચેટનો ખુલાસો ઈડીની તપાસમાં થયો છે. ઈડીએ રિયાના ડિલી થઈ ગયેલા વોટ્સએપ ચેટ રિકરવ કર્યા હતા જેમાં ડ્રગને લઈને વાતચીત સામે આવી છે. સીબીઆઈની ટીમ સવારે સૌથી પહેલા રિયા ચક્રવર્તીના ભાઈ શૌવિક ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે. આ પહેલા પણ તપાસ એજન્સી શૌવિક સાથે પૂછપરછ કરી ચૂકી છે. આ પહેલા સીબીઆઈની ટીમ બે ગાડીઓમાં સાંતાક્રૂઝ વિસ્તારમાં આવેલા ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચી હતી. આ ગેસ્ટહાઉસમાં સીબીઆઈ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.