ઈતિહાસમાં પ્રથમ વખત મંદિૃર પરિસરમાં જ ફર્યો જગતના નાથનો રથ

મંદિૃર પરિસરમાં જ ફર્યા ત્રણેય રથ, હાથી ઘોડા પાલખી જય કનૈયાલાલ કી, જય રણછોડ માખણ ચોરના નારા સાથે મંદિૃર ગૂંજી ઉઠ્યુ

અમદૃાવાદૃ,૧૪૩ વર્ષમાં આજે પહેલીવાર જગન્નાથ મંદિૃરેથી રથયાત્રા અમદૃાવાદૃના રસ્તા પર ફરવાને બદૃલે માત્ર મંદિૃરના પ્રાંગણમાં જ ફરી હતી. કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા હાઈકોર્ટે રથયાત્રા કાઢવાની મંજૂરી આપવાનો ઈનકાર કરતાં આજે સવારની મંગળા આરતી, પિંહદૃ વિધિ બાદૃ રથયાત્રાનું વિધિવત રીતે પ્રસ્થાન થયું હતું, પરંતુ રથ મંદિૃરની બહાર નહોતા નીકળ્યા.
દૃર વર્ષની માફક આ વર્ષે પણ ખલાસી ભાઈઓ રથ ખેંચવા માટે મંદિૃરે વહેલી સવારે પહોંચી ગયા હતા. તેમણે ત્રણેય રથને ખેંચીને મંદિૃરના પ્રાંગણમાં ફેરવ્યા હતા. આ ઘટનાના અનેક ભક્તો પણ સાક્ષી બન્યા હતા. રથ જ્યારે મંદિૃરમાં ફરી રહૃાા હતા ત્યારે સમગ્ર જગન્નાથ મંદિૃર જય રણછોડ માખણ ચોરના નારાથી ગૂંજી ઉઠ્યું હતું.
રથયાત્રા ભલે અમદૃાવાદૃમાં ના ફરવાની હોય, પરંતુ દૃર વર્ષની માફક આ વખતે પણ તેને લગતી તમામ વિધિઓ પરંપરાગત રીતે જ અનુસરવામાં આવી હતી. સવારે જગન્નાથ મંદિૃરના મહંત દિૃલિપદૃાસજી મહારાજે મંગળા આરતી ઉતારી હતી. ત્યારબાદૃ ભગવાનની આંખો પરથી પાટા ખોલવામાં આવ્યા હતા.
વહેલી સવારે સીએમ વિજય રુપાણી પણ પિંહદૃ વિધિ કરવા માટે જગન્નાથ મંદિૃર આવી પહોંચ્યા હતા. તેમણે માસ્ક પહેરીને સોનાની સાવરણીથી ભગવાનનો રથ અને રસ્તો સાફ કર્યા હતા.. ત્યારબાદૃ વિધિવત રીતે રથયાત્રાનો પ્રારંભ કરાવાયો હતો. જોકે, આ વખતે કોરોનાને કારણે ભક્તોએ પણ સ્વંય શિસ્ત જાળવીને મંદિૃર આવવાનું ટાળ્યું હતું.
ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના રથ મંદિૃરમાં ફેરવ્યા બાદૃ તેમને ભક્તો માટે મંદિૃરમાં જ ત્રણેય રથને મૂકવામાં આવ્યા હતા. જોકે, ભક્તોને મર્યાદિૃત સંખ્યામાં જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. મંદિૃરમાં ભીડ ના થઈ જાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં કોઈ સમસ્યા ના સર્જાય તેની તકેદૃારી રાખવા મોટી સંખ્યામાં પોલીસને પણ હાજર રખાઇ હતી.
અમદૃાવાદૃમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવાના મુદ્દે રાત્રે બે વાગ્યા સુધી ગુજરાત હાઈકોર્ટમાં હાઈવોલ્ટેજ ડ્રામા ચાલ્યો હતો. હાઈકોર્ટે બે વાગ્યા સુધી ઓનલાઈન સુનાવણી કરી તમામ પક્ષોને સાંભળી અંતે ભક્તો અને લોકોના આરોગ્યની િંચતા વ્યક્ત કરતા ગુજરાત સરકારની અરજીને ફગાવી દૃેવામાં આવી હતી અને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને નગરચર્યાએ નિકળવા પરનો પ્રતિબંધ યથાવત્ રખાયો હતો.