ઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે: મોદૃી

  • વડાપ્રધાને  ઇન્ડિયા ગ્લોબલ વીકને સંબોધિત કર્યુ
  • ભારત દૃરેક પડકારમાં જીત્યું,એક તરફ કોરોના સામે લડે છે તો બીજી તરફ અર્થવ્યવસ્થા પણ સંભાળી, વિશ્ર્વના પુનરુત્થાનમાં ભારતની મહત્વની ભૂમિકા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદૃીએ આજે ઈન્ડિયા ગ્લોબલ વીકને સંબોધન કર્યું. પીએમ મોદૃીએ કહૃાું કે ભારત એવા ટેલેન્ટ પાવરનું હબ છે કે જે દૃુનિયામાં પોતાની પહોંચ દૃેખાડવા ઈચ્છે છે. પોતાના સંબોધનમાં પીએમ મોદૃીએ કોરોના વયારસ સંકટ અને અર્થવ્યવસ્થાને લઈને સર્જાયેલા પડકારો પર વાત કરી. આ સાથે જ રોકાણકારોને ભારતમાં રોકાણ કરવા જણાવ્યું. તેમણે કહૃાું કે ઈતિહાસ દૃર્શાવે છે કે ભારતે દૃરેક પડકારને પાર પાડ્યો છે. પછી તે સામાજિક હોય કે આર્થિક.
પીએમ મોદૃીએ કહૃાું કે સોશિયલ સમસ્યાઓ હોય કે પછી આર્થિક મુશ્કેલીઓ…ભારતે હંમેશા આગળ વધીને કામ કર્યું છે. આજે ભારત કોરોના વાયરસ સામે લડત લડી રહૃાું છે. આ સાથે જ અમે અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્ય ઉપર પણ નજર રાખી રહૃાાં છીએ.
પીએમ મોદૃીએ કહૃાું કે વૈશ્ર્વિક સમૃદ્ધિ અને અચ્છાઈ માટે ભારત દૃરેક પગલું ભરવા તૈયાર છે. આ એ ભારત છે જે ટ્રાન્સફોર્મ, પરફોર્મમાં વિશ્ર્વાસ ધરાવે છે.
સંબોધનમાં પીએમ મોદૃીએ કહૃાું કે અમારી સરકારે છેલ્લા ૬ વર્ષમાં અનેક એવા નિર્ણયો લીધા કે જેનાથી આગળ સરળતા થઈ શકે. જીએસટી સહિત અનેક મોટા નિર્ણયો તેનું ઉદૃાહરણ છે. કોરોના સંકટ વચ્ચે અમે સામાન્ય માણસને મદૃદૃ કરવાની કોશિશ કરી. હવે અર્થવ્યવસ્થાને વધુ સરળ બનાવવામાં આવી રહી છે.
પ્રધાનમંત્રીએ કહૃાું કે અમે રિલીફ પેકેજની જાહેરાત કરી. જેના દ્વારા અમે સીધા ગરીબોના ખાતામાં પૈસા નાખીએ છીએ. સરકાર તરફથી ગરીબોને ભોજન અપાઈ રહૃાું છે. હવે અનલોકના સમયમાં અમે મજૂરોને રોજગાર આપવાનું કામ કર્યું છે. તેનાથી રોજગાર પણ મળશે અને ગામડાઓમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ બનશે.
ઈન્ડિયન ગ્લોબલ વીકમાં પીએમ મોદૃીએ કહૃાું કે ભારતમાં જે દૃવાઓ બની રહી છે તે દૃુનિયાની જરૂરિયાતોને પૂરી કરી રહી છે. આપણા દૃેશમાં કોરોના વાયરસની રસી પણ બનાવવામાં આવી રહી છે. વેક્સિન બનાવવામાં ભારતની મહત્વની ભૂમિકા રહેવાની છે. આજે દૃેશ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધી રહૃાો છે.
અત્રે જણાવવાનું કે ત્રણ દિૃવસની આ વર્ચ્યુઅલ કોન્ફરરન્સની થીમ ’બી ધ રિવાઈવલ: ઈન્ડિયા એન્ડ એ બેટર ન્યૂ વર્લ્ડ’ છે. ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦માં ૩૦ દૃેશોના ૫૦૦૦ લોકો ભાગ લઈ રહૃાાં છે. ઈન્ડિયા ગ્લોબલ વીક ૨૦૨૦માં ગ્લોબલ સ્પીકર ૭૫ સેશન કરશે. બ્રિટનના પ્રિન્સ ચાર્લ્સ પણ તેનો ભાગ બનશે.