ઈનોવેશન, ઈન્ટેગ્રિટી, ઈન્ક્લૂઝન આત્મનિર્ભર ભારતના નિર્માણમાં મદદરૂપ થશે: મોદી

  • વડાપ્રધાને સંબલપુરમાં આઇઆઇએમના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો-કોન્ફરન્સિંગ દ્વારા ઓડિશાના સંબલપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના કાયમી કેમ્પસનો શિલાન્યાસ કર્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે આઇઆઇએમનું નવું કેમ્પસ ઓડિશાને નવી ઓળખ આપશે. પાછલા દાયકાઓમાં દેશમાં ટ્રેન્ડ જોવા મળ્યો છે. બહારથી મલ્ટીનેશનલ કંપનીઓ મોટી સંખ્યામાં આવી અને આગળ વધી. આ સદીમાં નવા મલ્ટીનેશનલનું નિર્માણ કરવામાં આવી રહૃાું છે. વડાપ્રધાન મોદીએ સંબોધન કરતાં કહૃાું હતું કે ભારત માટે શ્રેષ્ઠ સમયગાળો આવ્યો છે. આજના સ્ટાર્ટઅપ જ આવતીકાલના ઉદ્યમી બનશે.

મોદીએ કહૃાું હતું કે ભારતના મલ્ટીનેશનલ દુનિયાભરમાં છવાઈ ગયા છે, સમય આવી ગયો છે. આજે ટિયર-૨, ટિયર -૩ શહેરોમાં સ્ટાર્ટઅપ્સ બની રહૃાા છે. આજના સ્ટાર્ટઅપ, આવતીકાલના મલ્ટીનેશનલ છે. આ માટે નવા મેનેજરોની જરૂર છે. આજે ખેતીથી માંડીને દરેક ક્ષેત્રે સુધારા કરવામાં આવી રહૃાા છે. બ્રાન્ડ ઈન્ડિયાને વૈશ્ર્વિક ઓળખ બનાવવાની જવાબદારી આપણા બધાની, ખાસ કરીને યુવાનોની છે.

જે લોકો સંબલપુર બાબતે વધુ જાણતા નથી, આઇઆઇએમ બન્યા બાદ આ એજ્યુકેશનનું હબ બની જશે. સૌથી અગત્યની બાબત એ રહેશે કે આ આખો વિસ્તાર વ્યવહારુ લેબ જેવો હશે. ઓડિશાના ગૌરવ હીરાકુડ ડેમ બહુ દૂર નથી. સંબલપુરી કાપડ વિશ્ર્વભરમાં પણ પ્રખ્યાત છે. આ વિસ્તારમાં હસ્તકલાનો ઉપયોગ પણ થાય છે. આ ક્ષેત્ર ખનીજ અને ખાણકામની શક્તિ માટે પણ જાણીતો છે. દેશની આ કુદરતી સંપત્તિનું સંચાલન કેવી રીતે થવું જોઈએ, અહીંના લોકોનો વિકાસ કેવી રીતે થવો જોઈએ, તમારે પણ એને લઈને કામ કરવું પડશે.

૨૦૧૪ સુધી અમારી પાસે ૧૩ આઇઆઇએમ હતા, આજે ૨૦ છે. હવે દુનિયામાં તકો છે, તો પડકારો પણ નવા છે. ડિજિટલ કનેક્ટિવિટી ૨૧મી સદીના વ્યવસાયમાં પરિવર્તન લાવવાની છે. ભારતે પણ આ માટે સુધારા કર્યા છે. અમારો પ્રયાસ સમયની સાથે આગળ વધવાનો નથી, પરંતુ એનાથી પણ આગળ વધવાનો છે. આજે જેટલું હૃાુમન મેનેજમેન્ટ જરૂરી છે એટલું ટેક્નોલોજી મેનેજમેન્ટ પણ જરૂરી છે. કોરોના દરમિયાન દેશમાં માસ્ક, પી.પી.ઇ. કિટ, વેન્ટિલેટરનો કાયમી સોલ્યુશન નીકળ્યું.

હવે અમે ટૂંકા ગાળાના નહીં, પણ લાંબા ગાળાના ઉકેલો વિશે વિચારી રહૃાા છીએ. જે ગરીબ ક્યારેય બેંકના દરવાજે જતા ન હતા, તેવા ૪૦ કરોડ લોકોનાં ખાતાં ખોલવાનું સરળ નથી. મેનેજમેન્ટ એટલે મોટી કંપનીઓની નહીં, પણ લોકોની જરૂરિયાતો પૂરી કરવી. એલપીજી એક લકઝરી બની ગયું હતું. ગરીબોને આ માટે ચક્કર લગાવવા પડતાં હતાં.