ઈન્સ્ટાગ્રામ રીલના ચક્કરમાં રેલ્વે ટ્રેક પર ટ્રેનની અડફેટે આવતા ૨ના મોત

 

નવીદિૃલ્હી,તા.૨૪
દૃેશની રાજધાની દિૃલ્હીમાં એક બી ટેક વિદ્યાર્થી સહિત બે યુવકોને રેલવે ટ્રેક પર રીલ બનાવવી ભારે પડી ગઈ. ટ્રેનની અડફેટે આવી જતાં બંનેના મોત થયા છે. આમાંથી એક વિદ્યાર્થી બીટેકના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો જ્યારે બીજો નજીકની દૃુકાનમાં સેલ્સમેન હતો. માહિતી મળતાં જ જીઆરપી ઘટનાસ્થળે પહોંચી અને બંનેના મૃતદૃેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દૃીધા. જીઆરપીએ સ્થળ પરથી તેમના મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર બી ટેક સ્ટુડન્ટ વંશ શર્માની બે પ્રોફાઇલ મળી આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એકમાં તે ઈન્સ્ટાગ્રામ પર વીડિયો ક્રિએટર અને બીજામાં રાજકારણી તરીકે બતાવી રહૃાો છે. તેવી જ રીતે અન્ય યુવક મોનુની પણ બે પ્રોફાઇલ મળી આવી છે. એકમાં તેણે પોતાની જાતને એક વીડિયો ક્રિએટર ગણાવી છે. જ્યારે અન્ય એકમાં તેણે પોતાને ફોટોગ્રાફર બતાવી રહૃાો હતો. આ બંને યુવકો એકબીજાના પાડોશી છે અને તેમના પરિવાર સાથે રહેતા હતા. ત્યારે તે બન્ને રીલ બનાવવા માટે રેલ્વે ટ્રેક પર ઉભા રહૃાા હતા અને તેમાથી એક વીડિયો બનાવી રહૃાો અને અચાનક ટ્રેનની અડફેટે આવી ગયો ત્યારે તેને બચાવવા જતા બીજા મિત્રનો પણ જીવ ગયો હતો. મોનુના ભાઈ સોનુએ જણાવ્યું કે ઘટનાના થોડા સમય પહેલા જ મોનુ ઘરની બહાર નીકળી ગયો હતો. જતા પહેલા તેણે તેની માતાને રાજમા ભાત બનાવવાનું કહૃાું હતું. કહેવામાં આવ્યું કે તે ૧૫ મિનિટમાં આવી રહૃાો છે. સોનુએ જણાવ્યું કે પહેલા વંશ ટ્રેનની અડફેટે આવ્યો, જ્યારે તેને બચાવવા માટે મોનુ પણ ટ્રેનની અડફેટે આવી ગયો અને બંનેનું મોત થયું. તે જ સમયે, સ્થળ પર હાજર લોકોએ જણાવ્યું કે બંને છોકરાઓએ કાનમાં હેડફોન લગાવ્યા હતા. જેના કારણે તેને નજીક આવતી ટ્રેનનો અવાજ સંભળાયો ન હતો અને તે ટ્રેનની અડફેટે આવી ગયો હતો. દિૃલ્હીના ક્રાંતિનગર લાયઓવર પાસે રેલ્વે ટ્રેક પર રીલ બનાવી રહેલા બે યુવકો બુધવારે સાંજે ટ્રેનની અડફેટે આવી જતા મૃત્યુ પામ્યા હતા. એક જ કોલોનીમાં રહેતા આ બે વિદ્યાર્થીઓ પૈકી એક બી.ટેક ત્રીજા વર્ષનો વિદ્યાર્થી હતો. જીઆરપીએ બંને મૃતદૃેહોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું