ઈન્સ્ટા ઉપર વીડિયો પોસ્ટ કર્યા બાદ ૧૮ વર્ષની ટિકટોક સ્ટારે આત્મહત્યા કરી

કોરોનાકાળમાં લોકડાઉન સમયે ટિકટોક ઉપર જાતભાતનાં વીડિયો મૂકીને ટિકટોક સ્ટાર બનેલા ઘણા લોકોએ પાછળથી ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કર્યાની ઘટનાઓ સામે આવી હતી. તાજેતરમાં ફરી એક એવો જ બનાવ સામે આવ્યો છે. ૧૮ વર્ષની ટિકટોક સ્ટાર ડઝારિયા ક્વિન્ટ નોયેસ ઉર્ફે ડીએ તાજેતરમાં આત્મહત્યા કરી લીધી છે.

તેના પરિવારજનો દ્વારા પણ આ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએ આત્મહત્યા કરતા પહેલાં પોતાનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે ડાન્સ કરતી અને ગીત ગાતી જોવા મળી હતી. વીડિયો બાદ તેણે કહૃાું હતું કે, મને ખબર છે કે હવે તમને મારાથી કંટાળો આવ્યો છે પણ આ મારી લાસ્ટ પોસ્ટ છે. ત્યારબાદ તેણે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેના આત્મહત્યાથી ઘણા ચાહકો આઘાતમાં છે.