ઈફકોના ચેરમેન બલવિંદરસિંહ, વાઈસ ચેરમેન દિલીપ સંઘાણીની ઉપસ્થિતીમાં ઈફકો પિરવાર દ્વારા રૂા.2.પ1 કરોડનું દાન અપાયું

અમરેલી,રાષ્ટ્રભક્તિ એ દેશ અને નાગિરકોની સર્વોપરીતા છે તેમા સેવા એ રાષ્ટ્રસેવા યજ્ઞ બની રહે છે આ સેવા યજ્ઞમા દેશની નામાંકીત સહકારી સંસ્થા ઈફકો પિરવારે આજ રોજ દિલ્હી મુકામે અયોધ્યા ખાતેના મંદિર નિર્માણાર્થે રૂા.2.પ1 કરોડનું દાન આપીને રાષ્ટ્રભક્તિનો પિરચય આપ્યો છે. દિલ્હી મુકામે દેશની અગ્રણી સહકારી સંસ્થા ઈફકોએ આજરોજ અયોધ્યામા ચાલી રહેલ નિર્માણ કાર્યમા રૂા.ર.પ1 કરોડનું દાન ઈફકો પિરવારે શ્રધ્ધાપુર્વક જાહેર કરેલ છે. આ તકે ઈફકોના ચેરમેન બલવિંદરસિંહ નકઈ, વાઈસ ચેરમેન દિલીપ સંઘાણી, ડાયરેકટર ઉદયશંકર અવસ્થિ, સહાયક ડાયરેકટર રાકેશ કપુર, ડાયરેકટર (માનવ સંસાધન)આર.પી.સિંહ,યોગેન્કુમાર સહિત ઈફકો બોર્ડ ઓફ ડાયરેકટર તરફથી શ્રીરામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને ચેક સુપ્રત કરેલ છે. પ્રધાનમંત્રી નરેન્ભાઈ મોદીજીએ પ-ઓગષ્ટના રોજ અયોધ્યામા રામ જન્મ સ્થળ ઉપર મંદિર નિર્માણકાર્ય માટે ભૂમિ પુજન કરેલ. ઈફકો સહકારીતા, ક્સિાનો, શ્રમીકો સહીત સૌના ભલા માટે અલગ-અલગ કાર્ય કરતી સંસ્થા છે. ગત વર્ષમા કોરોના મહામારી સામે લડવા પ્રધાનમંત્રી ફંડમા રપ કરોડનું યોગદાન આપેલ સાથોસાથ ઈફકો ફાઈટ કોરોના – બ્રેક અભિયાન પુરા દેશમા ચલાવીને ઠંડીથી બચવા સમગ્ર દેશમા ગરીબ પિરવારોને ગરમ ચાદર વિતરણ કરવામા આવેલ.ક્સિાનોને શિક્ષીત કરવા સાથે તેના જીવનસ્તરને સંગીન બનાવવા માટે સમગ્ર દેશમા વિવિધ આયોજનો જેવા કે સંતુલીત પ્રજનન, ગામડાઓને દતક લેવા, કૃષિ વિદ્યાલયોની મૂલાકાત, ક્સિાન બેઠક, ફસલ સેમીનાર, મોબાઈલ ફસલ પ્રયોગ શાળાકાર્ય સહિતની કામગીરી કરવામા આવે છે સાથોસાથ ક્સિાનોના સામાજીક અને આર્થીક વિકાસ માટે કામગીરી કરવામા આવે છે. સંભવીત દુષ્કાળની સ્થિતીને પહોચીવળવા ઘાસચારાની વ્યવસ્થા, પશુ ચિકીત્સાહ, દવા વિતરણ, સ્વાસ્થ શિબીર, ચોખ્ખુ પીવાનું પાણી, ક્સિાન બાળકોને સ્કૂલ સહાયતા, ગ્રામીણ સમુદાય અને તેની કલા-સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે સતત યોગદાન આપતી ઈફકો સંસ્થા અનેક ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલ છે તેમ યાદીમા જણાવાયેલ છે.