પાકિસ્તાનમાં શરૂઆતથી લઈને અત્યાર સુધી જેટલા પણ વડાપ્રધાન છે, તેમાંથી કોઈ પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી.જો કે નવા વડાપ્રધાન તરીકે શાહબાઝ શરીફના નામની ચર્ચા થઈ રહી છે. તેમને ‘પાકિસ્તાનના આગામી વડાપ્રધાન કહેવામાં આવી રહૃાા છે. શાહબાઝ શરીફે થોડા દિવસ પહેલા કહૃાું હતુ કે, પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટમાં પાકિસ્તાની સેના કોઈનો પક્ષ લઈ રહી નથી.ઉલ્લેખનીય છે કે, શાહબાઝ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે.કહેવામાં આવી રહૃાું છે કે તેમને PM નો પ્રોટોકોલ આપવાની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના નેતા અને ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ એક કાર્યક્ષમ વહીવટકર્તા તરીકે જાણીતા છે. હાલમાં તેઓ પાકિસ્તાનમાં વિપક્ષના નેતા છે અને ઘણા મુદ્દાઓ પર ઈમરાન સરકારની ટીકા કરતા જોવા મળે છે. તેઓ ત્રણ વખત પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. તેમણે ફેબ્રુઆરી ૧૯૯૭માં પહેલીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ઓક્ટોબર ૧૯૯૯ સુધી મુખ્યમંત્રી પદ પર રહૃાા હતા. આ પછી તેઓ જૂન ૨૦૦૮ થી માર્ચ ૨૦૧૩ સુધી બીજી વખત અને પછી ૨૦૧૩ થી ૨૦૧૮ સુધી ત્રીજી વખત પંજાબ પ્રાંતનામુખ્યમંત્રી રહૃાા. શાહબાઝ શરીફે લાહોર ગવર્નમેન્ટ કોલેજમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ એક બિઝનેસમેન તરીકે પોતાની કારકિર્દૃીની શરૂઆત કરી હતી. તેમણે તેમનો પારિવારિક વ્યવસાય સંભાળ્યો અને ૧૯૮૫માં તેઓ લાહોર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ બન્યા. જોકે બાદમાં તેઓ રાજકારણમાં આવ્યા હતા. ૧૯૮૭-૮૮થી તેમણે સક્રિય રાજકારણ શરૂ કર્યું. તેમણે પોતાની રાજકીય કારકિર્દૃીમાં ઘણા ઉતાર-ચઢાવ જોયા છે. તેઓ ૧૯૮૮ થી ૧૯૯૦ સુધી પંજાબ વિધાનસભાના સભ્ય હતા, જ્યારે શાહબાઝ ૧૯૯૦ થી ૧૯૯૩ સુધી નેશનલ એસેમ્બલીના સભ્ય પણ હતા.પાકિસ્તાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે વડાપ્રધાન ઈમરાન ખાનની ખુરશી જવાનુ લગભગ નિશ્ર્ચિત છે. અવિશ્ર્વાસ પ્રસ્તાવ પહેલા જ ઈમરાન ખાન રાજીનામું આપી દૃેશે તેવા અહેવાલો મળી રહૃાા છે. ઈમરાનનો દાવો છે કે તેમની સરકારને તોડવાના કાવતરામાં વિદૃેશી દળોનો હાથ છે.તમને જણાવી દઈએ કે, ઈમરાન ખાનના વડા પ્રધાન તરીકેના કાર્યકાળને લગભગ ૩ વર્ષ અને ૧૦ મહિના થઈ ગયા છે અને આવું પહેલીવાર નથી થઈ રહૃાું કે કાર્યકાળ પૂરો કરતા પહેલા કોઈ વડા પ્રધાનની ખુરશી હાથમાંથી જતી રહી હોય.