ઈરાનમાં ૬૦૦ લોકોના મોત કોરોનાની દવા સમજી ઝેરી દારૂ પી જતાં

કોરોના વાયરસથી બચવા ખોટી અફવાઓમાં ભોળવાઈને નીટ આલ્કોહોલ (ઝેરી દારૂ ) પીવાથી ઈરાનમાં ૬૦૦ લોકોના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે. યારે હજી ૩૦૦૦ લોકો એવા પણ છે જેમને દેશની જુદી જુદી હોસ્પિટલોમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી અનેકની સ્થિતિ નાજુક છે. જેથી માનવામાં આવે છે કે, મોતનો આંકડો હજી પણ વધી શકે છે.ઇરાનમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા આશરે ૩૮૦૦ છે પરંતુ આ દરમિયાન ખોટી અફવાથી પ્રેરાઈને ઝેરી આલ્કોહોલ પીવાના કારણે અહીં ૬૦૦ લોકોના મોત થઇ ગયાં છે.ઇરાનના એક પ્રવકતા ઘોલમ હત્પસેન ઇસ્માઇલીએ જણાવ્યું હતું કે, લોકોએ કોરોના વાયરસની દવા સમજીને નીટ આલ્કોહોલ પી લીધું હતું. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો બીમાર થઇ ગયાં. ઇસ્માઇલીએ ઉમેયુ હતું કે, ઝેરી આલ્કોહોલ પીવાથી થનાર મોતનો આંકડો ઘણો મોટો છે અને આ આશંકાઓ કરતાં ઘણો વધુ છે. તેમણે કહ્યું હતું કે, આલ્કોહોલ પીવાથી બિમાર સ્વસ્થ નહી થાય પરંતુ તે જીવલેણ સાબિત થઇ શકે છે.ઝેરી આલ્કોહોલ પીવાના કારણે ૩૦૦૦ જેટલા લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી પણ અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી રહી છે. માટે આશંકા સેવાઈ રહી છે કે, આ કેસમાં મૃતાંક હજી પણ વધે તેવી શકયતા છે. તેમણે તેમ પણ કહ્યું હતું કે, આ મામલે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકો પર આપરાધિક ગતિવિધિ માટે કેસ ચલાવવામાં આવશે.ઇરાનમાં કોરોના વાયરસથી ૬૨ હજારથી વધુ લોકો સંક્રમિત થઇ ચુકયા છે. પરંતુ ઇરાન તરફથી કોરોના વાયરસને લઇને જારી આંકડાઓ પર સવાલ ઉઠી રહ્યાં છે.