અમરેલી,
અમરેલીના આરટીઓ નજીક મનસીટી વિસ્તારમાં રહેતા જગદીશભાઈ રમેશભાઈ શેખર ઉ.વ.30 અને તેના સાઢુભાઈ વિક્રમભાઈ આનંદભાઈ બારૈયા ઉ.વ.31 લાઠીના ઝરખીયા ગામેપિયરમાં શ્રાધ્ધ હોવાથી ગયેલ હતા. વિક્રમભાઈના પત્નિ ભુમિબેન તથો જગદીશભાઈના પત્નિ આશાબેનને તેડવા ઝરખીયા જવા રાત્રિના નીકળ્યા હતા. ત્યારે અમરેલીના ઈશ્ર્વરીયા નજીક બાઈકને કોઈ ફોરવ્હીલ કાર ચાલકે ઠોકરે ચડાવતા બંનેને ગંભીર ઈજાઓ થયેલ. પ્રાથમિક સારવાર અમરેલી દવાખાને આપી વધ્ાુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં એકનું મોત નીપજતા અરેરાટી વ્યાપી ગઈ હતીે. જેનું મોત થયું એ યુવાન જગદીશભાઈના એક વર્ષના દિકરાનો ગઈકાલેજ જન્મદિવસ ઉજવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી આરટીઓ પાસે સનસીટી વિસ્તારમાં રહેતા જગદીશ રમેશભાઈ શેખર ઉ.વ. 30 અને તેના સાઢુ વિક્રમ આનંદભાઈ બારૈયા ઉ.વ. 31 ગત મોડી રાત્રિના અમરેલીથી લાઠી તાલુકાના ઝરખીયા ગામે પોતાના સસરાના ઘરે જવા નીકળ્યા હતા. વિક્રમના પત્નિ ભુમિબેન અને જગદીશના પત્નિ આશાબેન બંને ઝરખીયા પિયરમાં શ્રાધ્ધ પ્રસંગ હોવાથી ત્યાં ગઈ હતી. આ બંનેને તેડવા બંને સાઢુ ગત રાત્રિના બાઈક પર ત્યાં જવા નીકળ્યા હતા. તે દરમ્યાન અમરેલીના ઈશ્ર્વરીયા ગામ નજીક પહોંચતા કોઈ અજાણ્યા કારના ચાલકે ઠોકર મારી દેતા બંને ફંગોળાઈ જતા અમરેલી દવાખાને સારવાર અપાવી વહેલી સવારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરંતુ અહીં જગદીશ શેખરનો મૃતદેહ જ પહોંચ્યાનું તબીબે જાહેર કરતા કલપાંત સર્જાયો હતો. તેને સંતાનમા એક પુત્ર શુભમ છે . જેનો ગઈકાલે જ પહેલો જન્મદિવસ હોય ઉજવણી કરાઈ હતી. મૃત્યું પામનાર જગદીશ ત્રણ ભાઈ અને એક બહેનમાં બીજો હતો. અને છુટક મજુરી કરતો હતો. યુવાન અને આશાસ્પદ: દિકરાના મોતથી પરીવારજનોમાં કલ્પાંત સર્જાયો .