ઉકાઈ ડેમની સપાટી વધીને ૩૩૭.૪૭ ફૂટ પર પહોંચી, દરવાજા બંધ કરાયા

ચાલુ વર્ષે સર્વત્ર વરસાદ સારો વરસ્યો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદથી ઉકાઈ ડેમ ભરાઈ ગયો છે. હાલ ડેમની સપાટી ૩૩૭.૪૭ ફૂટે પહોંચી ગઈ છે. ડેમનું રૂલ લેલવ ૩૪૦ ફૂટ પર રાખવામાં આવ્યું છે. હાઈ એલર્ટ નજીક ડેમની સપાટી પહોંચી ગઈ હોવાથી તંત્ર સતર્ક થઈ ગયું છે. ચોમાસાની ચાલુ વર્ષે બદલાયેલી પેટર્ન વચ્ચે પણ તાપી નદૃીના ઉપરવાસમાં પડેલા અતિ ભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત જિલ્લા માટે આશિર્વાદ રૂપ સમાન ઉકાઈ ડેમ ૮૦ ટકાથી વધારે ભરાઈ ગયો છે.
હવે ડેમ હાઈ એલર્ટ લેવલની નજીક પહોંચી ગયો છે. ગુરુવારે ડેમમાં પાણીની આવક ૩૩,૩૧૦ ક્યુસેકની છે. જેની સામે ૧૭,૫૧૬ ક્યુસેક પાણી ડેમમાંથી હાઈડ્રો મારફતે છોડવામાં આવી રહૃાું છે. જેથી ડેમની સપાટી ૩૩૭.૪૭ ફૂટ નજીક પહોંચી ગઈ છે. હાલ ડેમમાંથી વીજ ઉત્પાદન માટેના હાઈડ્રો ટર્બાઈનને ચાલુ રાખવામાં આવ્યાં છે. ઉપરવાસમાં વરસાદ ન પડવાના કારણે રાહત છે પરંતુ ડેમની સપાટીને લઈને તંત્રને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. હાલ હથનૂર ડેમમાંથી ૨૭ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહૃાું છે.