ઉચ્ચનો શુક્ર હોય ત્યારે જાતકમાં જતું કરવાની ભાવના આવે છે

મેષ (અ,લ,ઈ) :દૂર દેશ થી સારા સમાચાર મળે,યાત્રા મુસાફરીનું આયોજન કરી શકો.
વૃષભ (બ,વ,ઉ) : આવકમાં વૃદ્ધિ થાય,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) : વેપારીવર્ગને ખરીદ વેચાણમાં લાભ થાય,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : નસીબ સાથ આપતું જણાય,નવીન તક હાથમાં આવે.
સિંહ (મ,ટ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,ધાર્યા કામ પાર પડે.
કન્યા (પ,ઠ,ણ) : દામ્પત્યજીવન માં સારું રહે,અંગત મિત્રો સાથે આનંદ માણી શકો.
તુલા (ર,ત) : જુના મિત્રોને મળવાનું બને,દિવસ પ્રગતિકારક રહે.
વૃશ્ચિક (ન,ય) : વિદ્યાર્થીવર્ગ માટે શુભ દિન,એકાગ્રતા કેળવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ): જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ લાભદાયક રહે.
મકર (ખ,જ) : નવા કાર્યમાં આગળ વધી શકો,મિત્રોની મદદ મળી રહે.
કુંભ (ગ,સ,શ ) : તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ મેળવી શકો,દિવસ શુભ રહે.
મીન (દ,ચ,ઝ,થ): કામકાજ માં સફળતા મળે,તમારા કાર્ય થી તમને સંતોષ થાય.

અગાઉ લખ્યા મુજબ એપ્રિલ માસમાં નવે નવ ગ્રહ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે જેની શરૂઆત શુક્રથી થાય છે અને શુક્ર મહારાજ કુંભ રાશિમાં પ્રવેશી રહ્યા છે જો કે 27 એપ્રિલે ફરી રાશિ પરિવર્તન કરી તેઓ મીનમાં જશે જ્યાં શુક્ર મહારાજ ઉચ્ચના બને છે. શુક્ર મહારાજ વિષે જાણવા જેવી રસપ્રદ વાત એ છે કે તે બુધના ઘર કન્યામાં નીચસ્થ બને છે કેમ કે કલા શૃંગાર વૈભવ અને આનંદના ગ્રહને બહુ ગણતરી કરવી ગમતી નથી અને બુધ એ ગણતરી અને વ્યવહારનો ગ્રહ છે જયારે મીન રાશિ એ ગુરુની રાશિ છે અને ગુરુ શત્રુ હોવા છતાં બંને ગુરુ હોવાથી અને મીન રાશિ પોતે ઉચ્ચ વિચારો અને શાલીનતાની રાશિ છે માટે શુક્રને ત્યાં ફાવે છે. મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે જાતકને નીચસ્થ શુક્ર હોય ત્યારે તે નાની નાની વસ્તુઓની પ્રાપ્તિ માટે દોડે છે, જગડે છે અને સમય બગાડે છે જયારે મીનનો ઉચ્ચનો શુક્ર જાતકને હોય કે બારમા ઘરમાં જાતકને શુક્ર હોય ત્યારે જાતકમાં જતું કરવાની ભાવના આવે છે તેમના ધ્યેય ઉંચા હોય છે અને શાલીનતાથી પેશ આવે છે વળી આવા લોકો પોતાના કર્મ વિષે સભાન હોય છે તેમની પસંદગી ઉચ્ચ પ્રકારની હોય છે. વસ્તુની પસંદગીમાં પણ નીચસ્થ શુક્ર અને ઉચ્ચના શુક્ર સાવ જુદા તરી આવે છે. નીચસ્થ શુક્ર ખુબ ડિઝાઇન અને લાઉડ લગતી વસ્તુ પસંદ કરશે જયારે ઉચ્ચના શુક્ર વાળા ડીસન્ટ વસ્તુ પસંદ કરશે. સામાન્ય રીતે બારમે કોઈ ગ્રહને બહુ સારો માનવામાં આવતો નથી પરંતુ શુક્ર મીનમાં ઉચ્ચ ના થતા હોય તેમને અપવાદરૂપ રીતે બારમે સારા ગણાય છે.

  • રોહિત જીવાણી