ઉડાન-૪ અંતર્ગત સુરત-દીવનો રૂટ ફાઈનલ થયો, આગામી દિવસોમાં લાઈટ શરૂ થઈ શકશે

કેન્દ્ર સરકાર દ્વારા રિઝનલ કનેક્ટિવિટી સ્કીમ ઉડાન-૪ અંતર્ગત રૂટ નક્કી કરવામાં આવ્યાં છે. જેમાં સુરત-દીવનો રૂટ ફાઈનલ કરવામાં આવ્યાં છે. જેથી આવનારા દિવસોમાં સુરતથી દીવની લાઈટ શરૂ થઈ શકશે. જેથી સુરતથી જમીન માર્ગે દીવ પહોંચતા આઠેક કલાક જેવો સમય લાગતો હતો તે હવે હવાઈ માર્ગે ઘટીને એકાદ કે અડધા કલાકનો થઈ જશે.
અગાઉ દીવ-દમણ વચ્ચે હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. દીવ-દમણ એક જ લોકસભા બેઠક છે. પરંતુ બન્ને વચ્ચે ૫૦૦ કિલોમીટર જેટલુ અંતર હોવાથી બન્ને વચ્ચે હેલિકોપ્ટર સુવિધા શરૂ થતાં લોકોને આવન જાવનમાં સુવિધા ઉભી થઈ હતી. ત્યારે હવે સુરત અને દીવને વિમાની સેવાથી જોડવાનો રૂટ નક્કી થતાં દક્ષિણ ગુજરાતના લોકોને સૌરાષ્ટ્ર પહોંચવું સરળ બનશે તેમ માનવામાં આવી રહૃાું છે.
સુરત એરપોર્ટ પરથી રાજ્યના મુખ્ય શહેરની લાઈટ શરૂ કરવામાં આવી હતી. પરંતુ દીવ માટે કોઈ રૂટ ન હોવાથી આ સેવા શરૂ થઈ શકી નહોતી. સોમનાથ વેરાવળ અને ધારી તથા અમરેલી જિલ્લાના લોકોને પણ આ નવા રૂટથી લાભ થશે. તેમજ નાના વિમાનો પણ આ રૂટ પર વધુ દોડતા થશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહૃાો છે.